બનાસ ડેરીમાં પુન : સત્તાના સુત્રો સંભાળતા શંકર ચૌધરી
05, નવેમ્બર 2020

વડગામ : એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે વરણી થઈ છે. જેમાં શંકર ચૌધરી ફરીથી બનાસ ડેરીના ચેરમેન બન્યા છે. શંકર ચૌધરીની ફરીથી ચેરમેન તરીકે વરણી થઈ છે. તો વાઈસ ચેરમેન તરીકે અમીરગઢના ડિરેક્ટર ભાવાભાઈ રબારી ચૂંટાયા છે. આમ, એશિયાની સૌથી મોટી બનાસ ડેરી પર ફરીથી શંકર ચૌધરી સત્તા પર આવ્યા છે. આજે બનાસ ડેરીના નિયામક મંડળની બેઠક યોજાઈ હતી. જેમાં બનાસ ડેરીના ચેરમેન ફરીથી શંકર ચૌધરી બનશે તે નક્કી હતું. પરંતુ વાઇસ ચેરમેન માટે કોનું નામ મૂકાય છે તેના ઉપર સૌની નજર હતી. ત્યારે આખરે તેની જાહેરાત થઈ હતી. ચેરમેનની દરખાસ્ત સાંસદ પરબતભાઇ પટેલે મૂકી હતી. તો વાઈસ ચેરમેન તરીકે અમીરગઢના ડિરેક્ટર ભાવાભાઈ રબારીની દરખાત અણદાભાઈ પટેલે મૂકી હતી. બનાસ ડેરીનું સમગ્ર નિયામક મંડળ બિનહરીફ બન્યુ હતું. ત્યારે આજે નિયામક મંડળના સભ્યો અને આગેવાનોની હાજરીમાં વરણી થઈ હતી. શંકર ચૌધરીના ચેરમેન બન્યા બાદ ભાજપના નેતા અલ્પેશ ઠાકોર બનાસ ડેરી પહોંચ્યા હતા. અલ્પેશ ઠાકોરે બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીને શુભેચ્છાઓ આપી હતી. અલ્પેશ ઠાકોરે કહ્યુ કે, શંકરભાઈની પેનલ બિનહરીફ થઈ હતી તે જ દર્શાવે છે કે શંકરભાઈ ઉપર પશુપાલકોને કેટલો વિશ્વાસ છે. શંકરભાઈના નેતૃત્વમાં બનાસડેરી હજુ ખૂબ વિકાસ કરશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution