શિલ્પા શેટ્ટીનો પરિવાર કોરોના પોઝીટીવ,બાળકોને પણ લાગ્યો ચેપ
07, મે 2021

મુંબઇ

કોરોના વાયરસની બીજી લહેરમાં સામાન્ય લોકોથી લઈને મોટી હસ્તીઓ આની ઝપેટમાં આવી ચુકી છે. અત્યાર સુધીમાં બોલીવુડની અનેક હસ્તીઓ કોવિડથી ચેપ લગાવી ચૂકી છે. ત્યારે હવે શિલ્પા શેટ્ટીના ઘરના તમામ લોકો અને સ્ટાફને કોરોનાથી ચેપ લાગ્યો છે. આ અંગે તેમણે ખુદ સોશિયલ મીડિયા પર માહિતી આપી છે.


શિલ્પા શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં લખ્યું - 'છેલ્લા 10 દિવસ અમારા પરિવાર માટે મુશ્કેલ હતા. મારી સાસુ કોરોના પોઝિટિવ બન્યા. આ પછી સમીશા, વિયાન, મારી માતા અને હવે રાજ હતા. બધી માર્ગદર્શિકાઓને અનુસરીને, તે બધા પોતપોતાના રૂમમાં અને ડોક્ટરની સલાહથી આઈસોલેટ છે. અમારા ઘરના 2 સ્ટાફ સભ્યો પણ કોરોના પોઝિટિવ બન્યા છે, તેઓની તબીબી સુવિધામાં સારવાર કરવામાં આવી રહી છે.

શિલ્પાએ કહ્યું કે બધા ભગવાનની દયાથી સ્વસ્થ થઈ રહ્યા છે. તેમણે એમ પણ માહિતી આપી હતી કે તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બધા સલામતીનાં નિયમો અને પ્રોટોકોલનું પાલન કરી રહ્યાં છે.

અભિનેત્રીએ ચાહકોને માસ્ક પહેરવાની અપીલ કરી હતી. સેનિટાઈઝરનો ઉપયોગ કરો. સલામત રહો અને કોરોના પોઝિટીવ હોવ ક ન હોવ, માનસિક રીતે હકારાત્મક હોવું જોઈએ. શિલ્પાની આ પોસ્ટ પર કાર્તિક આર્યન, રિદ્ધિમા કપૂર, વરુણ ધવન, ગીતા કપૂર, સુનીલ શેટ્ટી, માધુરી દીક્ષિત, ભૂમિ પેડનેકર, મલાઈકા અરોરા સહિત અનેક હસ્તીઓએ ટિપ્પણી કરી છે અને તેના પરિવારની સ્વાસ્થ્યને લઈને શુભેચ્છા પાઠવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution