દાઉદનુ ઘર નહીં તોડી શકનાર શિવસેનાએ કંગનાનુ ઘર તોડી પાડ્યુઃ ફડણવીસ
11, સપ્ટેમ્બર 2020

મુંબઇ-

શિવસેના અને અભિનેત્રી કંગના વચ્ચેના ટકરાવમાં હવે ભાજપ કંગનાની પડખે આવી ગઈ છે. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડનવીસે શિવસેનાને ટાર્ગેટ કરીને કહ્યું હતુ કે, દાઉદ ઈબ્રાહિમનુ ઘર નથી તુટતુ પણ કંગનાનુ તુટી જાય છે.

તેમણે શિવસેના પર પ્રહારો કરીને કહ્યું હતુ કે, કંગનાના વિવાદને શિવસેનાએ વધારે પડતુ મહત્વ આપી દીધુ છે.કંગના કોઈ નેતા નથી.તમે દાઉદનુ ઘર તોડવા તો ગયા નથી પણ કંગનાની ઓફિસ તરત તોડીનાંખી. આ પહેલા પણ ફડનવીસે મુંબઈ કોર્પોરેશનની કાર્યવાહી પર આપત્તિ વ્યક્ત કરીને કહ્યું હતુ કે, મહારાષ્ટ્રમાં સરકાર દ્વારા જ આંતક ફેલાવવામાં આવી રહ્યો છે. 

દરમિયાન કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ પણ રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી.તેમણે કહ્ય્š હતુ કે, કોર્પોરેશનની કાર્યવાહી ખોટી છે અને આ માટે કંગનાને વળતર મળવુ જાેઈએ.આઠવલે ગુરુવારે પણ કંગનાને મળવા ગયા હતા અને બંને વચ્ચે એક કલાક મુલાકાત થઈ હતી. તેમણે તો કંગનાને ભાજપ કે રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયામાં જાેડાવા માટે આમંત્રણ પણ આપી દીધુ હતુ અને સુરક્ષાનો વાયદો કર્યો હતો. 


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution