શહેરા

શહેરા ના પાલીખંડા સ્થિત આવેલ મરડેશ્વર મહાદેવ મંદિરે ભરાતો શિવરાત્રી નો લોક મેળો કોરોના સંક્રમણ ના ફેલાય તેના માટે બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.

પંચમહાલ જિલ્લાના શહેરાના પાલિખંડામાં આવેલ સ્વયંભૂ મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે સ્થાનિક રાજ્ય સહિત બહારના રાજ્યના શિવ ભક્તોની આસ્થા જાેડાયેલી છે. શિવરાત્રી એ વર્ષોની પરંપરા મુજબ ભરાતો લોક મેળો કોરોના ના કહેર ના કારણે નહી ભરવાનો ર્નિણય મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે.શિવરાત્રી ના દિવસે દૂર દૂર થી મહાદેવ ભક્તો દર્શનાથે આવતા હોય છે.પણ આ વખતે મંદિર ખાતે આવતા મહાદેવ ભક્તો ને માસ્ક સહિત ર્ષ્ઠદૃૈઙ્ઘ ૧૯ ના નિયમોનું પાલન અવશ્ય કરવું પડશે તેમ છે. સ્વયંભૂ શિવલિંગ મરડેશ્વર મહાદેવ ના દર્શન કરી અહી આવતા ભક્તો ધન્યતા અનુભવે છે જેમાં ખાસ કરીને મહાશિવરાત્રી નું અનેરી મહિમા છે કહેવાય છે કે દર વર્ષે આ મહાદેવ નું શિવલિંગ એક ચોખાના દાણા જેટલું વધે છે અને આ શિવલિંગ નો આખર રૂધ્રાક્સ સમાન છે જેમાં ગયા વર્ષે પણ કોરોના આવતા આ મંદિરે શિવરાત્રી ના રોજ ભરાતો લોક મેળો પણ રદ કરવામાં આવ્યો હતો જ્યારે આ વખતે શિવરાત્રિના દિવસે સરકાર ની ગાઈડલાઈન મુજબ દર્શન કરવાની સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે .