દાહોદ, દેવાધિદેવ મહાદેવના મહાપર્વ મહાશિવરાત્રીની ઉજવણી સાથે દાહોદ શહેર સહિત જિલ્લામાં શિવાલય બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠયા હતા અને શિવાલયોમાં ચાર પ્રહર પૂજા મહામૃત્યુંજય જાપ અભિષેક મહા આરતી વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું કોરોના મહામારી ને લઇ શિવાલયોમાં ભીડ ના થાય તેવું આયોજન પણ કરવામાં આવ્યું હતું તેમજ મેળા તથા શિવજી ની શોભાયાત્રા વગેરે કાર્યક્રમો પણ કોરોના ને લઇ મોકૂફ રાખવામાં આવ્યા હતા દેવાધિદેવ મહાદેવના મહાપર્વ મહાશિવરાત્રી ની ઉજવણી દાહોદ શહેર સહિત જિલ્લામાં રંગેચંગે કરવામાં આવી હતી સવારે ભગવાન શિવનો જળ દૂધનો અભિષેક બીલીપત્ર તેમજ ફૂલથી પૂજન તેમજ મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો શિવરાત્રીના દિવસે દર વર્ષે દાહોદ સિંધી સમાજ દ્વારા ગોદી રોડ જુલેલાલ મંદિર થી ભગવાન શિવજીની રાસ ગરબાની રમઝટ સાથે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ આ વખતે કોરોનાની મહામારી ને ધ્યાને લઇ સિંધી સમાજ દ્વારા જુલેલાલ મંદિર ખાતેથી કાઢવામાં આવતી ભગવાન શિવજીની શોભાયાત્રા મોકૂફ રાખવામાં આવી હતી

છોટાઉદેપુર માં મહાશિવરાત્રી પર્વ ની શ્રધ્ધાભેર ઉજવણી

સમગ્ર આદિવાસી પંથકમાં આસ્થાનું કેન્દ્ર ગણાતા ઓરસંગ નદીના કિનારે આવેલું અતિ પૌરાણિક છોટાઉદેપુર નગરમાં આવેલ અંદાજીત ૮૦૦ વર્ષ જૂનું શ્રી જાગનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભાવિક ભક્તોની ભીડ જામી હતી. લોકોએ શ્રધ્ધાભેર પૂજન, અર્ચન કરી મહાદેવ ના દર્શનનો લાભ લીધો હતો. મહા વદ તેરસ મહા શિવરાત્રી ભગવાન શિવનો પ્રિય તહેવાર ગણાય છે. હિન્દૂ ધર્મમાં મહાદેવ પ્રધાન અને અતિપ્રિય દેવ ગણવામાં આવે છે. દરેક જીવ ભગવાન શિવ સમક્ષ નતમસ્તક છે.