હનિટ્રેપનો ચોંકાવનારો કિસ્સો: યુવાનને મહિલાએ બોલાવી શારીરિક સંબંધ બાંધવા કહ્યું અને પછી..
02, ફેબ્રુઆરી 2021

સુરત-

સુરતમાં મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા યુવાનને બ્યુટીપાર્લર સંચાલિકાએ બોલાવી હનીટ્રેપમાં ફસાવ્યો હોવાની ઘટના સામે આવી છે. સુરતના પુણા વિસ્તારમાં રહેતા અને પરવત પાટીયા ખાતે મેડીકલ શોપમાં નોકરી કરતા યુવાનને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. પુણા ભૈયાનગરની બ્યુટી પાર્લર સંચાલક મહિલાએ ગત બપોરે બ્યુટી પાર્લર ઉપર બોલાવ્યો હતો. ત્યારબાદ અન્ય મહિલા સાથે શરીર સુખ માણવા દબાણ કર્યું હતું. યુવાને ઇન્કાર કરતા તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ.25 લાખની માંગણી કરી સંચાલક મહિલા સહિત ત્રણ મહિલાએ ડંડા વડે માર મારી ગોંધી રાખી રૂ.2000 પડાવ્યા હતા.

મૂળ ગીર સોમનાથનો વતની અને સુરતમાં પુણા સિલ્વર ચોક પાસે શિક્ષાપત્રી એવન્યુમાં રહેતો 31 વર્ષીય પ્રવિણ બાબુભાઈ રામાણી છેલ્લા ચાર મહિનાથી પરવત પાટીયા શંખેશ્વર કોમ્પ્લેક્ષ ખાતે નોબલ ફાર્મસીમાં નોકરી કરે છે. 20-25 દિવસ અગાઉ તેની દુકાને 30થી 35 વર્ષની અજાણી મહિલા ફેશવોશ ક્રીમ લેવા આવી હતી. જોકે, દુકાનમાં સ્ટોકમાં ન હોય તે મહિલાએ સ્માઈલ આપી પોતાની ઓળખ સુમન ઉર્ફે હંસીકા રાજપૂત તરીકે આપી પોતાનો મોબાઈલ નંબર આપી પ્રવિણનો મોબાઈલ નંબર લઈ ક્રીમ મંગાવી આપવા કહ્યું હતું. બે ત્રણ દિવસ બાદ ક્રીમ આવતા પ્રવિણે ફોન કરતા સુમન આવી હતી અને ક્રીમ લઈ મીઠી-મીઠી વાતો કરી કહ્યું હતું કે, તમારે મહિલાઓ સાથે શરીર સુખ માણવું હોય તો મારો સંપર્ક કરજો. પ્રવિણે તેમને આજીજી કરી જવા દેવા કહેતા તમામે તેને દુકાનના એક ખૂણામાં બેસાડી દેતા પ્રવિણે પર્સમાંથી રૂ.2000 કાઢી લીધા હતા. સુમને પૈસે તો તુઝે દેને હી પડેંગે, ઇતને પૈસે સે કયા હોગા, અગર પૈસા નહીં દેગા તો મેં તુઝે પુલીસ કેસમેં ફસા દૂંગી, તું મુઝે જાનતા નઈ હૈ, પૈસે નહીં દીયે તો જાનસે હાથ ધોને પડેંગે કહ્યું હતું. પ્રવિણે તેની માફી માંગી હતી છતાં તેઓ માન્યા નહોતા અને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી દુકાનનું શટર ખોલી તેનો કોલર પકડી બહાર લાવ્યા હતા. થોડીવારમાં પુણા પોલીસ ત્યાં આવી હતી અને તમામને પોલીસ સ્ટેશન લાવી હતી. ત્યાંથી બાકીની ત્રણ મહિલા ચાલી ગઈ હતી. જોકે, સુમન અને પ્રવિણની પૂછપરછ બાદ પોલીસે પ્રવિણની ફરિયાદના આધારે સુમન ઉર્ફે હંસીકા રવિભાઈ ચંદ્રપાલસિંઘ કુસ્વાહા અને તેની સાથેની અન્ય બે મહીલા વિરૂદ્ધ ગુનો નોંધી સુમનની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution