વલસાડ  દર વર્ષે ઉનાળા ની શરૂવાત થતા ની સાથે જ ખેરગામ તાલુકા ના છેવાડે આવેલ પથરાળ વિસ્તાર વાળા ગામો જામનપાડા તોરણવેરા કાકડવેરી, પાટી ગામ માં કુવા અને બોર ના પાણી જમીન માં તળિયે ઉતરી જતા આદિવાસી મહિલાઓ પીવાના પાણી માટે ફાંફા મારવા પડી રહ્યા છે પાટી ગામ ના નદી ફળિયા , દાદરી ફળીયા આદિમ જૂથ વિસ્તારમાં અત્યાર થી જ પીવાના પાણી માટે આદિવાસી મહિલાઓ દૂર થી બેડા માં પાણી ભરી માથે લઇ ને આવતા દેખાઈ રહેલ દ્રષ્ય સરકારી તંત્ર ની કામગીરી પર પ્રશ્ન ઉઠાવી રહ્યો છે ઘણા વર્ષ અગાઉ લઘુ પાણી પુરવઠા યોજના કાર્યરત કરવામાં આવી હતી,જે છેલ્લા ત્રણેક વર્ષથી બંધ છે.લોકોએ પાણી લેવા બહાર મુખ્ય રસ્તા ઉપર આવેલ હેન્ડ પમ્પ સુધી જવું પડે છે.દાદરી ફ.ના જમનાબેન નાયકના જણાવ્યા મુજબ અમારા ફળીયામાં જૂથ પાણી યોજનાના સંપમાંથી હાલમાં લોકોને પાણી મળી રહે છે,આ પાણી દર ત્રીજા દિવસે આપવામાં આવે છે.જેના કારણે લોકોએ બે ત્રણ દિવસ ચાલે એ રીતે પાણીનો સંગ્રહ કરી રાખવો પડે છે,પીવાના ઘર વપરાશના પાણીની સાથે પશુઓ માટે પણ પાણીની વ્યવસ્થા કરવી પડે છે,દરરોજ પાણી મળે એવી વ્યવસ્થા થાય તેવી સૌની માંગ છે.આદિમજૂથ ફળિયામાં એક કુવો અને બોરમાંથી લોકો પાણી ભરે છે,તેમાં પણ ઉનાળો આવે એટલે પાણી ખલાસ થતા દૂર ચાલીને ચાલીને પાણી ભરવા જવું પડે છે.જેથી ઉનાળા દરમ્યાન પાણીની તકલીફ ન રહે તેવુ આયોજન હાથ ધરાય એવી આ વિસ્તારના આદિવાસીઓની માંગ છે. પાટી સહિત કેટલાક વિસ્તારમાં પાણીની ઘણી તકલીફ છે,વાસમો દ્વારા બોર થયા છે પરંતુ તેનું પાણી હજુ લોકોને મળતું થયું નથી.એક બે કિમી. દૂર સુધી મંજુરી કરી આવી થાકેલા હોય છતાં રાત્રે પણ પાણી ભરવા જવું પડે છે.ઉનાળામાં વધુ વિકટ બને તે પહેલાં પાણી પુરવઠા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહીની અપેક્ષા પછાત જનતા રાખે છે.