16, ઓક્ટોબર 2021
મુંબઈ-
શિલ્પા શેટ્ટી અને તેનો પતિ રાજ કુન્દ્રા ઘણા દિવસોથી હેડલાઇન્સનો એક ભાગ બની ગયા છે. રાજ કુન્દ્રાની પોર્ન મૂવીઝ બનાવવા માટે ધરપકડ કરવામાં આવી હતી. તે આ સમયે બેલ પર બહાર છે. રાજ કુન્દ્રાની ધરપકડ થયા બાદ અત્યાર સુધી તેના પર શર્લિન ચોપરાએ ધણા ગંભીર આરોપ મૂક્યા છે. હવે તેને શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા સામે FIR દાખલ કરી છે. શર્લિને રાજ અને શિલ્પા વિરુદ્ધ કપટ અને માનસિક પજવણીનો આરોપ મૂક્યો છે. રાજ કુન્દ્રા કેસમાં શર્લિન ચોપરા પર પણ ઘણા આરોપો છે. તેને ઘણીવાર પૂછપરછ માટે પણ બોલાવવામાં હતી. જેના વિશે તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું હતુ.
રાજ અને શિલ્પા સામે ફરિયાદ દાખલ
શર્લિન ચોપરાએ 14 ઓક્ટોબરના રોજ રાજ અને શિલ્પા સામે FIR દાખલ કરી હતી, તેણે મીડિયા સાથે વાત કરી અને કહ્યુ કે મેં રાજ કુન્દ્રા સામે જાતીય સતામણી, કપટ અને ધમકી આપવાની ફરિયાદ દાખલ કરી છે.
ગંભીર આક્ષેપો
પ્રેસ કોન્ફરન્સમાં, શર્લિન ચોપરાએ કહ્યું કે તેણે અંડરવર્લ્ડ ધમકી આપવામાં આવી હતી. તેને સારી રીતે યાદ રાખવું જોઈએ કે તેને મારી સાથે જાતીય રીતે શોષણ કર્યું છે, તેમની પૈસાની ચૂકવણી પણ કરતો નથી, કેસ પાછે લેવા માટે તેના ઘરે જઈ અંડરવર્લ્ડની ધમકી આપવામાં આવી હતી કે જાતીય દુર્વ્યવહારના કિસ્સામાં કેસ પાછો લે નહીં તો તેનુ જીવન ખરાબ કરી દેવામાં આવશે.
એપ્રિલમાં પણ નોંધાયી હતી FIR
શર્લિન ચોપરાએ એમ પણ કહ્યું છે કે 14 એપ્રિલ, 2021 ના રોજ, તેમણે જુહુ પોલીસ સ્ટેશનને જાતીય શોષણ માટે રાજ કુન્દ્રા સામે કેસ નોંધાવવાનું કહ્યું હતું. 19 એપ્રિલના રોજ, રાજ બળજબરીથી શર્લિનના ઘરમાં ગયા હતા, તેમણે કેસ પાછો ખેંચવાની ધમકી આપી હતી. શેરલીનએ કહ્યું - તેમણે અંડરવર્લ્ડની ધમકી આપી અને ઘણા ધમકી આપી.હું ડરી ગઈ હતી, હું એક સિંગલ વુમન છું. હુમ એકલી રહુ છુ એટલે ભયભીત છું. હું આજે હિંમત કરીને ફરી આવી છું.
રાજ કુન્દ્રા અશ્લીલ ફિલ્મ બનાવવાના લગભગ 2 મહિનામાં જેલમાં હતો. હવે તે જેલમાંથી બહાર આવ્યો છે અને તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટને પણ પ્રાઈવેટ કર્યુ છે.