ગાંધીનગર ગાંધીનગર જિલ્લામાં એટલો વિકાસ થયો છે કે, શહેર અને ગામડાને જુદું ન પાડી શકાય. આગામી દિવસોમાં ગાંધીનગર અને દહેગામ ટ્‌વીન સિટી બનશે, તેમજ ગાંધીનગર અને કલોલ પણ ટ્‌વીન સિટી બનશે. જેના કારણે દહેગામ, ગાંધીનગર અને કલોલનો ત્રિકોણ સમગ્ર દેશમાં વિકાસના નામે ઓળખાશે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગાંધીનગરના દહેગામ ખાતે જનસભાને સંબોધતા જણાવ્યું હતું. તેમણે એવું પણ કહ્યું હતું કે, ગિફ્ટ સિટીનો પાયો નાખ્યો ત્યારે કોંગ્રેસીઓ મારી મજાક ઉડાવતા હતા. હવે તેમની બધાની બોલતી બંધ થઈ ગઈ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ગાંધીનગરના દહેગામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભાને સંબોધી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહ્યું હતું કે, દહેગામને અભિનંદન આપવા આવ્યો છું. ભર બપોરે આટલી મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને વટ પાડી દીધો છે.

પીએમ મોદીએ કહ્યું હતું કે, આઝાદીના ૭૫ વર્ષના આ અમૃતકાળમાં પહેલી ચૂંટણી છે. આ ચૂંટણી આગામી પાંચ વર્ષ માટેની ચૂંટણી નથી, પરંતુ આગામી ૨૫ વર્ષ પછીનું ગુજરાત કેવું હશે? તેના માટેની છે. સમૃદ્ધ દેશોના માપદંડોમાં ગુજરાત આગળ હોય તેના માટે આપણે કામ કરવાનું છે.

મોદીએ કહ્યું હતું કે, આજે ગુજરાતે જે ૨૦ વર્ષમાં જે કર્યું છે, તેમાં આત્મસાદ કરી મૂળભૂત વિકાસ કરી અગ્રણી રાજ્ય તરીકે ઉભું થયું છે. પહેલી વખત મુખ્યમંત્રી બન્યો ત્યારે લોકોએ સાંજે વાળું સમયે વીજળી માટે માંગણી કરી હતી. આજે સમગ્ર ગુજરાતમાં ૨૪ કલાક વીજળી મળે છે. ઘરે ઘરે નળથી જળ અને સિંચાઇ માટે પાણી પોહચાડ્યું છે. સુજલામ સુફલામ ઉપરાંત દેશભરમાં અમૃત સરોવર બનાવી રહ્યા છીએ.

મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતની અર્થવ્યવસ્થા આજે ૫માં ક્રમે છે, મને દિલ્હી મોકલ્યો ત્યારે ભારત ૧૦ નંબર પર હતું. ૨૫૦ વર્ષ જેમણે આપણી ઉપર રાજ કર્યું તેમને પાછળ છોડ્યા તેનો આનંદ છે, પણ હવે અર્થવ્યવસ્થામાં એકથી ત્રણમાં પહોંચવાનું છે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ગાંધીનગર અને દહેગામ ટ્‌વીન સિટી હશે. ગાંધીનગર અને કલોલ પણ ટ્‌વીન સિટી બનશે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં જે કોઈ નોકરી માટે આવશે તે રહેવા માટે દહેગામ અને કલોલમાં જ રહેવા આવશે. આમ ગાંધીનગર, દહેગામ, ગાંધીનગર અને કલોલ આ ત્રિકોણ દેશભરમાં વિકાસના નામે ઓળખાશે.ગાંધીનગર જિલ્લામાં શહેર અને ગામડાને જુદા ન પાડી શકાય એટલો વિકાસ થયો છે. મારી એક વાત લખી રાખજાે કે, હવે એ દિવસ દૂર નહીં હોય જ્યારે ગાંધીનગર અને દહેગામ ટિ્‌વન સિટી હશે અને ગાંધીનગર અને કલોલ પણ ટિ્‌વન સિટી હશે અને સ્થિતિ એવી હશે કે દહેગામ, કલોલ અને ગાંધીનગર આ ત્રિકોણ આખા ગુજરાતની આર્થિક ગતિવિધીને દોડાવનારું મોટું કેન્દ્ર બની જશે.

આગામી સમયમાં ધોલેરામાં વિમાન બનશે  વડાપ્રધાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં દરેક પાર્ટી ચૂંટણીમાં જીતવા માટે પ્રચાર કરી રહી છે. ભાજપના સ્ટાર પ્રચારકો પણ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે.ગુજરાતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં દરેક પાર્ટી ચૂંટણીમાં જીતવા માટે પ્રચાર કરી રહી છે. ભાજપના સ્ટાર પ્રચારકો પણ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતી મેળવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી પણ હાલ ગુજરાતના પ્રવાસે આવેલા છે. તેમણે બાવળામાં ભાષણ આપતી વખતે જણાવ્યં કે ધોલેરામાં આગામી સમયમાં વિમાનો બનશે. વધુમાં તેમણે જણાવ્ચું કે, ગુજરાતના વિકાસ માટે તમારે ભાજપને જીતાડવાની છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ‘આગમી સમયમાં સુરેન્દ્રનગર સુધી ઔદ્યોગિક પટ્ટો બની જશે. આ સાથે સાથે ધોલેરા હિન્દુસ્તાનનું ધમધમતું કેન્દ્ર બની જશે.’ બાવળામાં ભાષણ આપતી વખતે પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસ પર પણ આકરા પ્રહાર કર્યા હતા. આ સાથે સાથે તેમણે ભાજપની સરકાર દ્વારા કરવામાં આવેલા કામોની પણ વાત કરી હતી. ભાજપના નેતાઓ દ્વારા અત્યારે ભારે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી પણ છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના પ્રવાસે આવી છે.