સિલ્વર લેક રિલાયન્સ જિયોમાં વધુ ૪૫૪૬ કરોડનું રોકાણ કરશે
07, જુન 2020

સિલ્વર મુંબઇ,તા.૬

અબુધાબીની ઈન્વેસ્ટમેન્ટ કંપની મુબાદલાએ હજુ શુક્રવારે રિલાયન્સના ડીજીટલ આર્મ્સ જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડમાં રૂ. ૯૦૯૩.૬ કરોડના રોકાણની જાહેરાત કરી હતી તેના એક દિવસ બાદ જ ટેક્નોલોજી અને ટેક્નોલોજી કંપનીઓમાં રોકાણ કરતી અમેરિકાની પ્રાઈવેટ ઇÂક્વટી ફર્મ સિલ્વર લેક પાર્ટનર્સે જિયો પ્લેટફોર્મ્સમાં વધુ રૂ. ૪૫૪૬.૮૦ કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. બે મહિનામાં સિલ્વર લેકનું આ બીજું રોકાણ હશે. અગાઉ ૪ મે, ૨૦૨૦ના રોજ સિલ્વર લેક દ્વારા રૂ. ૫૬૫૫.૭૫ કરોડના રોકાણની જાહેરાત કરવામાં આવી હતી. આમ સિલ્વર લેક અને તેના સાથી રોકાણકારો દ્વારા જિયો પ્લેટફોર્મ્સમાં કુલ રૂ.૧૦,૨૦૨.૫૫ કરોડનું રોકાણ થશે. સિલ્વર લેકના મૂડીરોકાણથી જિયો પ્લેટફોર્મ્સની ઇÂક્વટી વેલ્યૂ રૂ.૪.૯૧ લાખ કરોડ અને એન્ટરપ્રાઇઝ વેલ્યૂ રૂ.૫.૧૬ લાખ કરોડ થઈ જશે, અને તેનો જિયો પ્લેટફોર્મ્સમાં સંપૂર્ણ ડાયલ્યૂટેડ બેઝિઝ પર ઇÂક્વટી હિસ્સો ૨.૦૮% થશે. આ મૂડીરોકાણ સાથે જિયો પ્લેટફોર્મ્સે માત્ર છ અઠવાડિયામાં જ વિશ્વના ટોચના રોકાણકારો પાસેથી કુલ રૂ. ૯૨,૨૦૨.૧૫ કરોડનું રોકાણ મેળવ્યું છે.કેરિલાયન્સ જિયોમાં વધુ ૪૫૪૬ કરોડનું રોકાણ કરશે

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution