ગાંધીનગર

દેશભરમાં ગુજરાતનું નામ દરેક ક્ષેત્રે આગળ જોવા મળે છે તેવામાં વધુ એક સફળ કાર્ય માટે ગુજરાતનું નામ રોશન થશે.એશિયાની નંબર વન ગણાતી નેશનલ ફોરેન્સિક સાયન્સિઝ યુનિવર્સિટી હવે વિશ્વના અલગ-અલગ દેશોમાં ખ્યાતનામ થવા જઈ રહી છે. વડાપ્રધાન મોદીના વિઝન સમાન આ યુનિવર્સિટીની શાખાઓ હવે વિદેશમાં પણ શરૂ કરવામાં આવશે.અત્યાર સુધી વિદેશથી અનેક લોકો ફોરેન્સિક સાયન્સનું જ્ઞાન મેળવવા માટે ગાંધીનગર આવતા હતા. તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે અપરાધિક કિસ્સાઓની તપાસમાં ફોરેન્સિક તપાસને મહત્વ આપવા પર ભાર મુક્યો હતો. બીજી તરફ યુનિવર્સિટીને વિશેષ દરજજાે મળતા ભારતમાં ત્રિપુરા, મણિપુર, લદાખમાં પણ નેશનલ ફોરેન્સિક સાયન્સિઝ યુનિવર્સિટીની શાખા શરૂ થશે.

આ યુનિવર્સિટીમાં વર્ષ ૨૦૧૯-૨૦માં જ ૨૯ જેટલા દેશમાંથી ૮૧૫ લોકો અભ્યાસ કરી ચૂક્યા છે. યુનિવર્સિટીમાં વિશ્વમાં સૌથી બેસ્ટ બેલેસ્ટિક અને બુલેટપ્રુફ વ્હીકલ ટેસ્ટ, બેલેસ્ટિક ટેસ્ટિંગ લેબ છે. જેમાં ભારતની ટોચની કંપનીઓ પોતાની બુલેટપ્રૂફ કારનું ટેસ્ટિંગ કરાવે છે. માત્ર એટલું જ નહીં વિદેશી કંપનીઓ પણ પોતાના વાહનના બુલેટપ્રૂફ ટેસ્ટિંગ કરાવવા આવે છે.

વિશ્વ કક્ષાની સાયબર સિસ્ટમ જે કોઈ પણ ખૂણેથી થતો સાયબર એટેક શોધી શકે છે. આ યુનિવર્સિટીમાં ખાસ સાયબર વોલ બનાવવામાં આવી છે જે વિશ્વમાં કોઈ પણ ખૂણે કઈ સિસસ્ટમમાં સાયબર એટેક થઈ રહ્યા છે તે જાણી શકે છે. તેમજ તેની આખી ટીમ તમામ એટેકનું એનાલિસિસ કરે છે. વિશ્વભરમાંથી પોલીસ ઓફિસર ફોરેન્સિક સાયન્સનું નોલેજ મેળવવા માટે ગાંધીનગર આવે છે. ગાંધીનગર હ્લજીન્માં અત્યારમાં સુધીમાં એશિયા, આફ્રિકા અને યુરોપિયન દેશોના ૧૮૦ પોલીસ ઓફિસર અભ્યાસ કરવા માટે આવી ચૂક્યા છે.