સાઉથ ઇન્ડિયન ડીશ ઈડલીને હળવો ખોરાક ગણવામાં આવે છે.તેથી તેને સવારના નાસ્તામાં તેમજ ડિનરમાં પણ ખાઈ શકાય છે.ઈડલી પણ ઘણા પ્રકારે બને છે. જેમ કે , ચોખા-અડદના ખીરામાંથી બનેલી ઈડલી, રવા ઈડલી ,મગની દાળની ઈડલી આજે આ લિસ્ટમાં વધુ એક રેસિપી ઉમેરી દો  તે છે સ્ટફ મસાલા ઈડલી 

સામગ્રી :

1 મોટો બાઉલ ઇડલીનું ખીરું, 2 ચમચી તેલ , બે નંગ બાફેલા અને મેષ કરેલા બટાકા,ચપટી રાય ,8-10 લીમડાના પાન, 1/2 છીણેલું આદું, 1  નંગ સમારેલું  લીલું મરચું , 1 ચમચી સમારેલી કોથમીર , ચપટી હળદર ,1/2 કપ બાફેલા વટાણા ,1/2 નાની ચમચી આમચૂર પાઉડર ,1/2 નાની ચમચી ગરમ મસાલો ,1/2 ચમચી લાલ મરચું પાઉડર,સ્વાદાનુસાર મીઠું

 સરળ બનાવની રીત :

એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો, તેલ ગરમ થઇ જાય ત્યારબાદ તેને સહેજ તતડવા  દો, ત્યારબાદ તેમાં  લીમડાના પણ ,છીણેલું આદુ, લીલું મરચું અને કોથમીર ઉમેરીને 5-10 સેકન્ડ સુધી સાંતળો ,ત્યારબાદ તેમાં વટાણા ઉમેરીને તેને 5 મીઓનીત સુધી ચડવા દો , હવે તેમાં હળદર,આમચૂર પાઉડર , લાલ મરચું પાઉડર મીઠું અને મેશ કરેલા બટાકા નાખી તેને સતત  હલાવતા રહો અને તેને  સરસ રીતે મિક્સ કરી લો. તેની તેની સાથે જ મિશ્રણ તૈયાર   જશે. મિશ્રણ ઠંડુ થાઈ ત્યારબાદ તેના નાની સાઈઝના ગોળા બનાવી દો.

ઈડલી બનાવની સ્ટીમરમાં પાણી ભરીને ગરમ કરવા મૂકી દો. ઈડલીના ખીરામાં ચપટી સોડા નાખી તેને તૈયાર કરી  લો. ઇડલીનું  સ્ટેનડ લઈ તેમાં થોડું તેલ ગ્રિસ કરી તેમાં થોડું ખીરું પાથરી દો.  તેમાં સ્ટફિંગમાંથી બણબનાવેલી ટિક્કીને મૂકેને ફરીથી ઉપરથી થોડું ખીરું પાથરો. સ્ટેન્ડને સ્ટીમરમાં મૂકી સ્ટીમ કરી લો. તો તૈયાર છે સ્ટફ મસાલા ઈડલી.