વોશીંગ્ટન-

કોરોના સંકટ સાથે આજે આખુ વિશ્ર્વ ઝઝુમી રહ્યું છે. દરમ્યાન ન્યુઝીલેન્ડ કોરોના સામે ઉઠાવેલા પગલાથી દુનિયાભરમાં સૌથી શ્રેષ્ઠ અને સુરક્ષીત દેશ બનીને ઉભર્યુ હતું હવે આ શ્રેણીમાં સિંગાપોરનો પણ સમાવેશ થાય છે.બ્લુન બર્ગની કોવિડ રીજીયન્સ રેન્કીંગમાં ન્યુઝીલેન્ડને પાછળ રાખીને આ સપ્તાહે સિંગાપોર મહામારી દરમ્યાન સૌથી શ્રેષ્ઠ દેશ બની ગયો છે. કોરોનાની બીજી લહેરને લઈને હાહાકાર મચ્યો છે અને ભારત તેને લઈને સૌથી વધુ અસરગ્રસ્ત જોવા મળે છે.

હાલની સ્થિતિમાં સિંગાપોરમાં સ્થાનિક કોરોનાના કેસ લગભગ શુન્ય છે અને અહી જનજીવન પણ અપેક્ષા મુજબ સામાન્ય છે. આ સિવાય દ.પૂર્વ એશીયાઈ દ્વિપે રસીકરણનાં મામલે પણ ખુદને અન્ય દેશોથી આગળ રાખ્યો છે.સિંગાપોરનાં શહેરો અને રાજયોએ પોતાની વસ્તીનું લગભગ 20 ટકા રસીકરણ કર્યુ છે તેની તુલનામાં ન્યુઝીલેન્ડમાં ન્યુઝીલેન્ડમાં હજુ સુધી બે ટકાથી ઓછી વસ્તીનું રસીકરણ થયુ છે.

આ પહેલા રેન્કીંગમાં ન્યુઝીલેન્ડ પ્રથમ સ્થાને હતું. આ રેન્કીંગમાં હાલ ઓસ્ટ્રેલીયા ત્રીજા સ્થાને જણાવવામાં આવ્યુ હતું કે ઓસ્ટ્રેલીયાએ પોતાની કુલ વસ્તીનાં લગભગ 3.7 ટકાનું રસીકરણ કરી લીધુ છે. જયારે ઈઝરાયેલ તાઈવાન દ.કોરીયા આ મામલે ટોપ ટેનમાં છે.