સિંગાપુરનો નવો સ્ટ્રેન ભારતમાં આવીને બાળકોને ભોગ બનાવશે, ત્રીજી લહેરનું કારણ બનશે: કેજરીવાલ
18, મે 2021

દિલ્હી-

કેજરીવાલે કહ્યું કે સિંગાપુરમાં કોરોનાનો નવો સ્ટ્રેન બાળકોનો શિકાર બનાવી રહ્યો છે તેથી સિંગાપુરથી આવતી તમામ ફ્લાઈટ પર પ્રતિબંધ મૂકવાની જરુર છે, અન્યથા સિંગાપુરનો નવો સ્ટ્રેન ભારતમાં આવીને બાળકોને ભોગ બનાવશે.

કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યું કે સિંગાપુરમાં આવેલા કોરોનાનો નવો સ્ટ્રેન બાળકો માટે અત્યંત ખતરનાક હોવાનું જણાવાયું છે. ભારતમાં તે ત્રીજી લહેરના સ્વરુપમાં આવી શકે છે.કેજરીવાલે કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે સિંગાપુરની તમામ ફ્લાઈટ તત્કાળ અસરથી બંધ કરવામાં આવે અને બાળકોના વેક્સિનેશનના કામને પ્રાથમિકતાથી હાથ પર લેવામાં આવે કોરોનાનો આ નવો સ્ટ્રેન સૌથી પહેલા ભારતમાં જોવા મળ્યો હતો અને તે હવે બાળકોને પણ વધારે પ્રમાણમાં ઝપેટમાં લઈ રહ્યો છે. ૩૮ બાળકો કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત થયા છે.

સિંગાપુરના સ્વાસ્થ્ય મંત્રી ઓ યે કુંગે જણાવ્યું કે બાળકો કોરોનાના નવા વેરિયન્ટ B.1.617 નો વધારે ભોગ બની રહ્યાં છે.કોરોનાનો આ સ્ટ્રેન અત્યંત ઝડપથી ફેલાઈ રહ્યો હોવાનું પણ જણાવાય છે.સિંગાપુરે કોરોનાના વધી રહેલા કેસોને પગલે વધારે લોકોના જમાવડા તથા જાહેર ગતિવિધિઓ પર કડક પ્રતિબંધ ફરમાવી દીધો છે. શિક્ષણ મંત્રી લોરેન્સ વોંગે જણાવ્યું કે ફક્ત બે લોકો જ જાહેરમાં ભેગા થઈ શકશે. મોટાભાગે એરપોર્ટ, સ્કૂલ અને હોસ્પિટલોમાં કોરોનાના કેસો વધી રહ્યાં હોવાથી આ નિર્ણય લેવાયો છે

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution