માત્ર 50 લોકોની હાજરીમાં આ દિવસે સાત ફેરા લેશે સિંગર આદિત્ય નારાયણ
17, ઓક્ટોબર 2020

મુંબઇ 

આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલ ગત ઘણાં વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. હાલમાં જ આદિત્યએ તેનાં લગ્ન અંગે એક ઓફિશિયલ જાહેરાત કરી છે. હવે ખબર છે કે તેઓ હવે લગ્ન કરવાનું મન બનાવી લીધુ છે. આ સાથે જ આદિત્યએ તેનાં લગ્નની તારીખ અંગે ચુપ્પી તોડી છે. અને જણાવ્યું છે કે, કોરોના કાળમાં લગ્ન કેવી રીતે અને ક્યાં થશે. આ વર્ષે જ શ્વેતાની સાથે આદિત્ય સાત ફેરા લેશે. આદિત્ય અને શ્વેતા ગત ઘણાં વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. હાલમાં જ આદિત્ય તેનાં લગ્ન અને લગ્નની તારીખ પર ચુપ્પી તોડી છે. તેણે જણાવ્યું કે, કોરોના કાળમાં લગ્ન કેવી રીતે ક્યાં થશે.

આદિત્ય નારાયણ તેની ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલની સાથે 1 ડિસેમ્બરનાં રોજ લગ્ન કરવાનો છે. કોરોના વાયરસને કારણે ગણતરીનાં લોકોની હાજરીમાં આ લગ્ન થશે. સ્પોટ બોય સાથે વાત કરતાં સિંગરે જણાવ્યું કે, અમે 1 ડિસેમ્બરનાં લગ્ન કરવાનાં છીએ. કોરોનાને કારણે અમે ફક્ત નજીકનાં પરિવારજનો અને મિત્રોને જ આમંત્રણ આપીશું. કારણ કે મહારાષ્ટ્રમાં 50થી વધુ મહેમાનો લગ્નમાં એક્ઠા થવાની પરવાનગી નથી.

તેમણે જણાવ્યું કે, એક મંદિરમાં એક સરળ રીતે લગ્ન કરીશું. જોકે, આદિત્ય એક મોટું રિસેપ્શન આપવાં અંગે વિચારી રહ્યો છે. તેનું કહેવું છે કે, જ્યારે બધુ ઠીક થઇ જશે ત્યારે તે મોટું સેલિબ્રેશન કરશે. આદિત્યએ શ્વેતા સાથેની તેની પહેલી મુલાકાત યાદ કરતાં કહ્યું હતું કે, જ્યારે અમે બંને મળ્યાં હતાં ત્યારે વિક્રમ ભટ્ટે અમને ફિલ્મ 'શાપિત' માટે સાઇન કર્યા હતાં. જ્યારથી અમે મળ્યાં છીએ અમારા જીવનમાં ઘણાં ઉતાર ચડાવ આવ્યાં છે. પણ હવે બધુ નોર્મલ છે. તેણે શ્વેતાનાં વખાણ કરતાં કહ્યું કે, તે એક જૈન સાધુ જેવી છે. જેને મુશ્કેલીઓથી ડર નથી લાગતો અને ફરક પણ પડતો નથી. મને તેની આજ ખાસિયત પસંદ છે. મારી અંદર તેનાં જેવું સંતુલન નથી. 

  આપને જણાવી દઇએ કે, પોતાની લવલાઇફની સાતે આદિત્ય નારાયણ બેંક અકાઉન્ટ ખાલી થઇ જવાની અને દેવાળીયું ફુંકાઇ જવાની વાતને કારણે પણ ચર્ચામાં હતો. જે અંગે તેણે સ્પષ્ટતા આપી હતી. 


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution