ગોધરામાં રાયોટિંગના ગુનામાં છ વ્યક્તિ સામે કાર્યવાહી કરાઇ
25, મે 2021

ગોધરા. છેલ્લા સાતેક માસથી રાયોટીંગના ગુનામાં નાસતા-ફરતા છ આરોપીઓને શહેર બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ ને બાતમી મળી હતી કે રાયોટીંગ ના ગુનામાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપીઓ (૧)મહમદ અલી હુસેન ચુરમલી (૨) આબેદા હુસેન ઇસ્માઇલ ચુરમલી (૩) સલમા તાહીર મહમદ દર ત્રણેય રહે.વચલા ઓઢા મુસ્લીમ એ સોસાયટી યુસુફ મસ્જીદ પાછળ ગોધરા તથા (૪)શબ્બીર અબ્દુલ રઝાક કલંદર (૫)મરીયમ શબ્બીર અબ્દુલ રઝાક કલંદર બંન્ને રહે.સિંગલ ફળીયા મીમ મસ્જીદ પાછળ ગોધરા તથા (૬)સુમૈયા ઇસ્માઇલ હુસેન જુજારા રહે.લીલેસરા રોડ ફાતમા મસ્જીદ આગળ ગોન્દ્વા ગોધરા નાઓ ઉપરોકત ગુનામાં નાસતા ફરતા હોય જેઓ હાલ પોતાના ઘરે હોવાની માહિતી ના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી તેઓના ધરે તપાસ કરતા વોન્ટેડ આરોપીઓ પોલીસ ને મળી આવતા પોલીસે તમામ ની અટકાયત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution