06, જુલાઈ 2021
ગોધરા. ગોધરા સીટી ટ્રાફિક પોલીસ દ્વારા કોરોના વેકસીનેશન અંગે શહેરીજનો માં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય થી અનોખી પહેલ કરવામાં આવી.રાજ્ય સરકાર દ્વારા કોરોના વેકસીનેશન ની પ્રક્રિયા રાજ્યના દરેક જિલ્લા અને શહેરોમાં અમલમાં મુકવામાં આવી છે અને તે માટે ૧૮ થી ૬૦ વયજુથના લોકોને કોરોના વેકસીનેશન કરાવવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે.જેના ફળ સ્વરૂપ નાગરિકો વેકસીનેશન કરાવી પણ રહ્યા છે.ત્યારે હજી પણ બાકી રહેલા નાગરિકો કોરોના વેકસીનેશન માં સહભાગી થાય તેવા પ્રયાસો સરકાર કરી રહી છે.ત્યારે સરકારના આ પ્રયાસ ને સફળ બનાવવા માટે ગોધરા સીટી ટ્રાફિક પોલીસ ના મહિલા અધિકારી જે.એન.જાડેજા તેમજ ટ્રાફિક પોલીસ કર્મીઓ ગીરીશભાઈ બારીઆ,વિરસિંહ ભુરિયા, પ્રવીણભાઈ વાઘેલા તેમજ ટી.આર.બી જવાનો દ્વારા આજ રોજ શહેરીજનો માં કોરોના વેકસીનેશન અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય થી ત્રીસ ઉપરાંત રિક્ષાઓ પર કોરોના વેકસીનેશન ના સૂત્રો અંકિત કરી ગોધરા નગરમા આ રિક્ષાઓ તમામ વિસ્તારોમાં ફરી નાગરિકો ને જાગૃત કરી રહ્યા છે.ત્યારે ગોધરા સીટી ટ્રાફિક પોલીસ નો આ પ્રયાસ ખરેખર સરાહનીય કહી શકાય.ગોધરા સીટી ટ્રાફિક પોલીસ દ્વારા ટુક સમય પહેલાં શહેરના લારી,પથારાવાળા,શાકભાજી અને ફ્રુટવાળાઓને શહેરના પટેલવાડા વિસ્તારમાં આવેલા કોરોના વેકસીનેશન સેન્ટર ખાતે લઈ જઈ વેકસીનેશન કરાવ્યું હતું.