સ્માર્ટ ફોન તમારી આંખોની સાથે ત્વચાને પણ આ રીતે કરે છે નુકશાન
16, જુન 2021

લોકસત્તા ડેસ્ક-

મોબાઇલ ફોન એ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. તમે તેને સંપૂર્ણપણે અવગણી શકો નહીં. પરંતુ લાંબા સમય સુધી મોબાઇલ ફોન ચલાવવાથી આપણા સ્વાસ્થ્ય અને ત્વચાને પણ નુકસાન થાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી વૈજ્ઞાનિકો મોબાઇલ ફોન્સમાંથી ઉત્પન્ન થતાં હાનિકારક રેડિયેશન ત્વચા અને શરીરના ભાગોને કેવી રીતે અસર કરે છે તે અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

મોબાઇલ ફોન્સમાંથી નોન-આયનાઇઝિંગ રેડિયેશન અને રેડિઓફ્રીક્વન્સી એનર્જી નિકળે છે. આ બંને ચીજો ત્વચા માટે હાનિકારક છે. નિષ્ણાંતોએ આને લગતી સમસ્યાઓ વિશે જણાવ્યું છે. ચાલો આપણે જાણીએ મોબાઇલ ફોનના વધુ ઉપયોગને કારણે ત્વચાને શું નુકસાન થઈ શકે છે.

ત્વચામાં લાલાશ અને ખંજવાળ થવી 

ડર્મેટીક એક જેનરીક ટર્મ છે જે ત્વચાની બળતરા માટે વપરાય છે. ફોનના વધુ પડતા ઉપયોગને લીધે ચહેરા પર લાલાશ, ખંજવાળ અને બળતરા થવાની સમસ્યા થઈ શકે છે.

ફાઇન લાઇન્સ અને કરચલીઓ

લાંબા સમય સુધી મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાથી ચહેરા પર ફાઇન લાઇન્સ અને કરચલીઓ થાય છે. જેના કારણે, તમે સમય કરતા વૃદ્ધ દેખાશો. લાંબા સમય સુધી મોબાઇલ ફોનમાં ચેટ કરતી અથવા વાંચતી વખતે, તમે સતત મોબાઈલની સ્ક્રીન પર નજર રાખો છો, જેના કારણે કપાળ પર કરચલીઓ દેખાવા લાગે છે.

ડાર્ક સર્કલ્સ થઈ શકે છે

મોબાઇલ ફોન્સમાંથી નીકળતી બ્લુ લાઈટ ત્વચા પર પિગમેન્ટેશનનું કારણ બને છે. મોડી રાત્રે મોબાઇલ ચલાવવાની અસર તમારી આંખો પર પડે છે. આ સિવાય તમારી ઉંઘ પર પણ ખરાબ અસર પડે છે. જેના કારણે આંખોની આસપાસ ડાર્ક સર્કલ્સ દેખાય છે.

ત્વચા ચેપ

મોબાઇલ ફોનમાં ઘણા પ્રકારના જંતુઓ અને બેક્ટેરિયા હોય છે જે આસપાસના વાતાવરણને વળગી રહે છે. આ બેક્ટેરિયા તમારી ત્વચાને પણ ચેપ લગાવી શકે છે.

ગરદન પર કરચલીઓ

લાંબા સમય સુધી મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાથી ગળામાં કરચલીઓ આવે છે, અને ગળાની ત્વચા ખરબચડી અને જાડી દેખાય છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution