વલસાડ ઉદયપુર બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાં શનિવારે વાપીથી ટ્રેન બાંદ્રા તરફ જઈ રહી હતી. જે દરમિયાન ટ્રેનના એક કોચ નીચેથી વાપી રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટર અને ઇઁહ્લના જવાનોને ધુમાડો નીકળતા દેખાતા લોકો માં દહેશત વ્યાપી હતી હતો. મળેલી વિગતો પ્રમાણે શનિવારે ઉદયપુર બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન વપી થી બાંદ્રા તરફ જઈ રહી હતી તે સમયે એક કોચ માંથી ધુમાડો નીકળતા રેલવે કર્મચારીઓ ગભરાયા હતા અને વહેલી તકે ઉચ્ચ અધિકારીઓ ને વિગત આપી આગળ ના સ્ટોપનું સિગ્નલ કરી ટ્રેનને અટકાવી દેવામાં આવી હતી. વાપી સ્ટેશન માસ્ટર, ઇઁહ્લ અને ટેક્નિકલ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રેનને ચેક કરવામાં આવી હતી. જેમાં ટ્રેનના એક કોચના બ્રેક લાઈનર જામ થવાના કારણે ટ્રેનની નીચેથી ધુમાળો નીકળતા જાેવા મળ્યો હતો. જેને લઈને રેલવેના ટેક્નિકલ સ્ટાફે તાત્કાલિક ટેક્નિકલ ફોલ્ટ દૂર કરી ટ્રેનને ચેક કરી સુરક્ષિત રીતે યાત્રીઓ સાથે ટ્રેનને રવાના કરવામાં આવી હતી.