ન્યુ દિલ્હી,તા.૬

કેન્દ્ર સરકાર હવે ટૂંક સમયમાં જ વેપારી આલમ માટે ખૂબ જ ઉપયોગી સેવા જાહેર કરશે અને હવે એસ એમ એસ વડે જીએસટી રિટર્ન ભરવાની સુવિધા ઉપલબ્ધ કરાવશે. સરકારના અંતરંગ વર્તુળો એવી માહિતી આપી છે કે એકાદ સપ્તાહમાં જ સરકાર આ સુવિધાની જાહેરાત કરે તેવી સંભાવના છે. આ સુવિધા વેપારી આલમને પાંચ ડિજિટ વાળા એક વિશેષ મોબાઇલ નંબર મારફત મળશે. સરકાર ટૂંક સમયમાં જ આ નંબર જારી કરશે.આ સુવિધા વાપરવા માટે વેપારીઓએ પોતાના મોબાઈલ ના મેસેજ બોક્સ માં જઈને એન આઈ એલ ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ સ્પેસ આપીને પોતાનું જીએસટી નંબર નાખવો પડશે અને ત્યારબાદ વધુ એક્‌ સ્પેસ આપીને ૩ લખવાનું રહેશે. આ એસએમએસ નવા જારી થયેલા પાંચ ડિજિટ વાળા વિશેષ નંબર પર મોકલવાનો રહેશે.આ સંદેશો મોકલતા વેપારીને જીએસટી રજીસ્ટ્રેશન દરમિયાન રજીસ્ટર કરવામાં આવેલા મોબાઈલ નંબર પર ઓટીપી મળશે. ત્યારબાદ તેની પુÂષ્ટ કરવા સાથે વેપારીનું રિટર્ન દાખલ થઇ જશે. વાસ્તવમાં અત્યારે નીલ રીટર્ન વાળા વેપારીઓએ પણ જીએસટીઆર ૩ જીએસટી પોર્ટલ મારફતે દાખલ કરવા પડે છે અને રિટર્ન નહીં પડવાને લીધે આવા વેપારીઓ પર વિલંબ કરવા બદલ ફી લગાડી દેવામાં આવે છે. પરંતુ હવે નીલ રિટર્ન વાળા કારોબારીઓ માટે એસ.એમ.એસ વડે જીએસટી રિટર્ન ભરી દેવા ની સુવિધા ઉપલબ્ધ થવાની છે.