સોજિત્રા તાલુકાના ગાડા ગામ ખાતે કેટલાંક વિસ્તાર કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા
02, ઓગ્સ્ટ 2020

આણંદ, તા.૧  

કોરોના વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવરજવર ધરાવતાં જાહેર અને ખાનગી સ્થળોએ વાઇરસને ફેલાતો અટકાવવા જાહેરનામાથી સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. કોરોના વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે આણંદના જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ આર.જી.ગોહિલે ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ- ૧૪૪, ધી ગુજરાત એપેડેમીક ડિસીઝ એકટ ૧૮૯૭ની કલમ-ર અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ની કલમ-૩૦ તથા ૩૪ હેઠળ પ્રતિબંધ ફરમાવ્યો છે. સોજિત્રા તાલુકાના ગાડા ગ્રામ પંચાયતથી આવેલાં પ્રજાપતિ નિવાસ (કુલ - ૧૧ મકાન)ના વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કર્યો છે.

     આ વિસ્તારના એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર થર્મલ સ્ક્રીનિંગ કરવાનું રહેશે. આ વિસ્તારને આવરી લેતાં મુખ્ય માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે. આ વિસ્તારમાં માત્ર આવશ્યક સેવાઓ સવારના ૭ કલાકથી સાંજના ૭ કલાક સુધી જ ચાલંુ રાખી શકાશે.

     આ હુકમ તા.૩૧ જુલાઈથી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. સરકારી ફરજ પરની વ્યક્તિઓ ફરજના ભાગરૂપે અવર-જવર કરી શકાશે. આ જાહેરનામાના કોઇપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ની જાેગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ હુકમ અન્વયે આણંદ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઇન્સ્પેકટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરુદ્ધ આઈપીસી કલમ-૧૮૮ મુજબ ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution