ગાયક સોનૂ નિગમે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં થતી માફિયાગીરી પર આક્ષેપ કર્યો છે. તેણે જણાવ્યું છે કે, નવા સિંગર્સ સાથે કમ્પોઝ રાઇટર અને પ્રોડયુસર કામ કરવા ઇચ્છે છે, પરંતુ મ્યુઝિક કંપનીઓ તેમની સાથે કામ કરવાનો ઇનકાર કરે છે. સોનૂ નિગમને પણ કડવો અનુભવ થયો હતો. જોકે હવે તો મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં વાતાવરણ વધુ ખરાબ થઇ ગયું હોવાની વાત કરી હતી.

સોનૂ નિગમે બોલીવૂડ અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીને ચેતવણી દેતા કહ્યું હતું કે, જો આ બધુ રોકવામાં નહીં આવે તો જલદી જ સંગીતની દુનિયામાં પણ આત્મહત્યા જેવા કેસ આવવા લાગશે.

સોનૂએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને જણાવ્યું હતું કે મ્યુઝિક માફિયા નવા અને ટેલન્ટેડ સિંગર્સને આગળ આવવા દેતા નથી. ઘણા મ્યુઝિક ડાયરેકટર્સ અને સિંગર્સો પાસેથી કામ છીનવી લેવામાં આવ્યું છે. ઘણા એકટર્સોએ પણ સિંગર્સને કામ આપવા પર રોક પણ લગાવી છે.