અમદાવાદ-

નૈઋત્યનું ચોમાસુ દીવ પહોચ્યું છે. હવમાન વિભાગની આગાહી મુજબ આજે ચોમાસુ દીવ ને ટચ કરશે. જેથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.સુરત , વલસાડ દાદરાનગર હવેલી માં આગામી 5 દીવસ સુધી હજી વરસાદ રહેશે. તો સૌરાષ્ટ્રમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં જૂનાગઠ અને ગીર સોમનાથ અને વેરાવળ જેવા વિસ્તારોમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમા હમણાં વરસાદની કોઈ શક્યતા નથી. ત્યારે વાતાવરણ ભેજવાળું રહેશે. અમદાવાદમાં વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. વાતાવરણ ભેજવાળું રહેતા અસહ્ય ઉકળાટ જોવા મળી રહ્યો છે. વાતાવરણ ગરમી અને ભેજનું પ્રમાણ અને રાત્રિના પવન ફૂંકાતા 2 સીજન નો અહેસાસ થઈ રહ્યો છે, જોકે હવમાન વિભાગ ધ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 15 થી 20 જૂન સુધી ચોમાસુ ગુજરાતમાં આવી જસે અને કચ્છ માં ચોમાસુ આ વર્ષે મોડુ પહોચવાની શ્કયતા છે.