એસપી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની આત્મનિર્ભરતાને મળશે ‘સ્પીડ’
25, નવેમ્બર 2020

આણંદ : આર્ત્મનિભર ભારતનાં સરકારના પ્રોજેક્ટના ભાગરૂપે ભણીને બહાર આવતાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે હેતુસર વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટી હવે સપોર્ટ સિસ્ટમ તરીકે આગળ આવી છે. યુનિવર્સિટી દ્વારા ધ સરદાર પટેલ આંત્રપ્રિન્યોર એન્હાસમેન્ટ ડેસ્ક (ધ સ્પીડ) શરૂ કરવામાં આવી છે. આ ડેસ્કના માધ્યમથી વિદ્યાર્થીના સ્ટાર્ટઅપ માટે રૂપિયા બે લાખ સુધીની વ્યાજરહિત સહાય આપશે. 

આ સંસ્થાનું આગામી ટૂંક સમયમાં રજિસ્ટ્રેશન પણ કરવામાં આવશે. ધ સ્પીડ કંપની એક્ટના નિયમોને આધીન કામ કરશે. આ માટે યુનિવર્સિટી દ્વારા થોડાં સમય અગાઉ બે કરોડનું અનુદાન આપવામાં આવ્યું છે. સ્પીડનો મુખ્ય હેતુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને નવીનતમ પ્રોજેક્ટ શીખવા મળે તે માટેનો છે. એવું કહેવાય છે કે, વિદ્યાર્થીઓના નવા પ્રોજેક્ટને હવે સ્પીડ દ્વારા સ્પીડ મળશે. હાલમાં અલગ-અલગ કુલ પંદર પ્રોજેક્ટ પર વિદ્યાર્થીઓ કામ કરી રહ્યાં છે.

યુનિવર્સિટીના સૂત્રોનું કહેવું છે કે, ધ સ્પીડ અટલ ઇન્ક્યૂબેશન, નેશનલ નેશનલ ઈનોવેશન પોલીસી, ઇનોવેશન પોલિસી, સીએસઆર, રોયલ્ટી વગેરે જેવા ફંડ સાથે સંકળાઈને એક સ્વતંત્ર કંપની સ્વરૂપે કાર્યરત થશે. આ પ્રોજેક્ટ અંતર્ગત કોઈ વિદ્યાર્થીને સફળતા મળે છે તો તે આગળ વધીને તેની પોતાની કંપની પણ સ્થાપી શકે છે. કદાચ નિષ્ફળ જાય અને તેને પ્રોજેક્ટમાં આગળ વધવું નથી તો તેણે જે મટિરિયલનો ઉપયોગ કર્યો હશે તે તેણે યુનિવર્સિટીમાં જમા કરાવી દેવું પડશે. ભવિષ્યમાં કંપની સાથે યુનિ. ટાઇઅપ કરીને તેમની પાસેથી રોયલ્ટી પણ વસૂલશે.

યુનિવર્સિટીમાંથી છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને નીકળ્યાં છે. આવાં વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવશે. ઉપરાંત હાલમાં અભ્યાસ કરી રહેલાં વિદ્યાર્થીઓને કંઈક નવીન કરવું છે તો તેમને પણ સહાય આપવામાં આવશે. વિદ્યાર્થીના પ્રોજેક્ટ માટે તેમને બે લાખ સુધીની જરૂરીયાતની વસ્તુની ખરીદી કરી આપવામાં આવશે.

કેવી રીતે અપ્લાઈ કરી શકાશે એ વિશે સૂ૬ોએ કહ્યું હતું કે, સરદાર પટેલ યુનિ.ના વેબ પોર્ટલ ઉીઙ્મર્ષ્ઠદ્બી ર્ં જીટ્ઠઙ્ઘિટ્ઠિ ઁટ્ઠંીઙ્મ ેંહૈદૃીજિૈંઅ પર સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી (જીજીૈંઁ)માં જઈ એપ્લાય કરી શકાશે. અહીં ફોર્મમાં સ્પષ્ટ જણાવવાનું રહેશે કે તમે શું કરવા માગો છો? વિદ્યાર્થી જે કરવા ઈચ્છે છે તે વિશિષ્ટ હોવું જાેઈએ. તો જ આ નાણાં ફાળવવામાં આવશે. અલબત્ત, સમગ્ર ર્નિણય કમિટી દ્વારા લેવામાં આવશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution