આણંદ,તા.૩

વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસચાન્સેલરની યોગ્યતા ન ધરાવતા હોવા છતાં બીજી ટમૅમા પણ રાજ્ય સરકારના તે સમયના ઉચ્ચ આકાઓની કૃપાથી નિમણુંક કરવામાં આવતા આ મામલે સુપ્રીમ કોટૅમાં દાદ માગવામાં આવી હતી. ગુરૂવારના રોજ સુપ્રીમ કોર્ટે વાઇસ ચાન્સેલરની નિમણુંક યુજીસીના નિયમભંગ તથા ગેરકાયદે કરવામાં આવી હોવાના ચુકાદા પર મહોર મારી સરકારને પણ યુનિવર્સિટીઓમા વાઇસચાન્સેલર જેવા પદ પર યોગ્ય વ્યકિતની પસંદગી કરવામાં આવે તેવું માગૅદશૅન આપવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર અત્રેની સરદાર પટેલ યુનિવર્સિટીમાં વર્ષ ૨૦૧૬માં ડો.શીરીષ કુલકર્ણીની વાઇસચાન્સેલર પદે નિમણુંક કરવામાં આવી હતી. તે સમયે તેમની નિમણુંક યુજીસીના નિયમભંગ હેઠળ કરવામાં આવી હોવાના કારણે તેઓની નિયુકિતને ગુજરાત હાઇકોટૅમાં પડકારવામાં આવી હતી. પરંતુ હાઇકોટૅ દ્વારા યુજીસીના નિયમભંગને યોગ્ય ઠેરવવા છતાં તેમની નિમણુંકને યથાર્થ ઠેરવતા મામલો સુપ્રીમ કોટૅમા પહોચ્યો હતો.તે સમયે તેમનો કાર્યકાળ પૂણૅ થવાના આરે હોવાના પગલે સુપ્રીમ કોર્ટ દ્વારા કૃપા દાખવી હતી છતાં તે સમયે પણ સુપ્રીમ દ્વારા સરકારને તાકીદ કરવામાં આવી હતી તેમ છતાં સરકારના તે સમયના ઉચ્ચ નેતાની કૃપાદિ્‌ષ્ટથી વર્ષ ૨૦૧૯માં ડો.શીરીષ કુલકર્ણીની પુનઃ નિયુક્તિ કરવામાં આવી હતી. જેની સામે શિક્ષણ જગત સાથે સંકળાયેલા ગંભીરદાન ગઢવી દ્વારા સુપ્રીમ કોર્ટમાં સિવિલ નં ૧૫૨૫/૨૦૧૯થી વાઇસ ચાન્સેલરની નિમણુંકને પડકારવામાં આવતા ગુરૂવારના રોજ સુપ્રીમ કોર્ટના વિદ્વાન જજ એમ.આર.શાહે ચુકાદો આપતા અત્રેની સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસચાન્સેલરની નિમણૂંક યુજીસીના નિયમભંગ તથા ગેરકાયદે થઇ હોવાની મહોર મારી રાજ્ય સરકારને પણ વર્ષ ૨૦૧૪માં યુજીસીના નિયમ આધારે વાઇસચાન્સેલરની નિમણુંક કરવાની તાકીદ કુલાધિપતિને કર્યૉ બાદ કુલાધિપતિ દ્વારા સરકારનું ધ્યાન દોરવા છતાં કેમ ચૂક કરવામાં આવી અને હવે નવી નિમણૂંક નિયમાનુસાર કરવા પર સુચન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છેકે સુપ્રીમ કોર્ટના આજના ચુકાદાના પગલે રાજ્યની છ જેટલી યુનિવર્સિટીના વાઇસચાન્સેલરની થયેલ નિમણૂંક પર તલવાર લટકવા પામશે.

મ.સ. યુનિવર્સિટી સહિત રાજ્યની છ યુનિ.ના વા. ચા.ની નિમણૂક પર લટકતી તલવાર

સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસચાન્સેલર ડો.શીરીષ કુલકર્ણીની યુજીસીના નિયમ વિરુદ્ધ તથા ગેરકાયદે નિમણુંક થયા પર મહોર મારતા રાજ્યની છ યુનિવર્સિટીમાં પણ વ્હાલાદવલાની નીતિથી થયેલી વાઇસચાન્સેલરની નિમણુંક પૈકી ગુજરાત યુનિ.ના હિમાશુ પંડ્યા ડો.બાબાસાહેબ આંબેડકર યુનિ.ના અમી ઉપાધ્યાય, એજ્યુકેશન યુનિ.ના ડો.હર્ષ પટેલ, એમ.એસ.યુનિ. ના ડો.વિજય શ્રીવાસ્તવ સહિત અગાઉ વીર નમૅદ યૂનિ.ના સેવેન્દ્ર ગુપ્તા, સૌરાષ્ટ્ર યુનિ.ના શૈલેષ ઝાલાની થયેલ નિમણૂંક પર સવાલ ઉઠ્‌યા છે.

વા.ચા.ની સરકાર દ્વારા કરાતી નિમણૂક મુદ્દે સુપ્રીમની તીસરી આંખ

રાજ્ય સરકાર દ્વારા છેલ્લા છવર્ષ દરમ્યાન થી રાજ્ય ની વિવિધ યુનિવર્સિટીમાં યુજીસીના નિયમો ની ધરાર અવગણના કરી વ્હાલાદવલાની નીતિ થી કરવામાં આવતા આજે અત્રેની સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસચાન્સેલરની બીજી ટમૅ દરમ્યાન કરવામાં આવેલ નિમણૂંક અગાઉ ની ટમૅ દરમ્યાન સુપ્રીમ ના દિશાનિર્દેશ છતાં અવગણી કરવામાં આવતા પડકારવામાં આવતા સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલ ચુકાદો સરકાર ની આખ ખોલનારો બનવા પામતા સરકાર માટે તીસરી આખ બનવા પામ્યા ની ચર્ચા ઉઠવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છેકે રાજ્ય ની છ જેટલી યુનિવર્સિટીમાં વ્હાલાદવલાની નીતિ થી નિયમભંગથી કરવામાં આવ્યા નુ પણ સુપ્રીમ ના ધ્યાનમા આવ્યા નુ જાણવા મળેલ છે.