લો બોલો, સજા ભોગવી રહેલા આરોપી PSIએ જેલમાંથી બેઠા બેઠા ફરિયાદી મહિલાને ફોન પર ધમકાવી
13, ડિસેમ્બર 2020

દાહોદ-

સબજેલમાં સજા ભોગવી રહેલા અપહરણ-દુષ્કર્મના આરોપી PSI ઉમેશ નલવાયાએ જેલમાં બેઠા-બેઠા ફોન દ્રારા મહિલાને ધાક ધમકી આપતા મહિલાએ ફરી પોલીસ ફરિયાદ નોંધાવી પડી છે. આ મામલે તપાસમાં સામે આવ્યું કે, મહિલાને ધમકી આપવાનો ફોન દાહોદ સબજેલમાંથી કરવામાં આવ્યો હતો. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાનાં વતની ઉમેશ નલવાયા ઉપર ગત સપ્ટેમબર માસમાં દાહોદ તાલુકાની એક યુવતીને અપહરણ કરી લઈ જી અલગ અલગ સ્થળોએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ દાહોદ રૂરલ પોલીસ મથકે મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના સમયે આરોપી ઉમેશ નલવાયા વડોદરા ખાતે PSI તરીકે ફરજ ઉપર હતા. જેના વિરુદ્ધ ગુનો નોંધાયા બાદ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. દાહોદ જિલ્લાની સબજેલમાં સજા ભોગવી રહેલા અપહરણ અને દુષ્કર્મના આરોપી PSI ઉમેશ નલવાયાએ જેલમાં જ બેઠા બેઠા ફોન દ્વારા મહિલાને ધાકધમકી આપી હતી. જોકે મહિલાએ ધમકી આપનાર PSI વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution