11, જાન્યુઆરી 2021
અમદાવાદ-
અમદાવાદમાં કિંમતી ઝર-ઝવેરાત અને ચીજવસ્તુઓની ચોરીના સમાચાર તો તમે વારંવાર સાંભળ્યા હશે.પરંતુ હવે મોત બાદ અંતિમ ધામ સુધી પહોંચાડતી શબવાહિનીની પણ ચોરી થતાં હડકંપ મચ્યો છે. શહેરના પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં તાજેતરમાં જ નવી શબવાહિની આવી હતી. પરંતુ ગતરોજ રાત્રે ૩ વાગ્યે શબવાહિની ચોરી થઇ હતી.
ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. આનંદનગર પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.આ મામલે આનંદનગર પોલીસે તપાસ હાથ ધરી છે.