05, ડિસેમ્બર 2020
મોરબી-
કેટલાય સમયથી મોરબી જીલ્લામાં ફરજ બજાવતાં પોલીસકર્મી રાજેન્દ્રસિંહ બાલુભા ઝાલા ઉર્ફે રાજભાના નવલખી નજીક આવેલા મકાનમાં જુગારધામ ચલાવતો હતો, પોલીસે સ્થળ પરથી સાત ઈસમોને 6,96,000 રુપિયાના મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે, મકાનમાં ચેકિંગ કરતાં બે ગેરકાયદેસર હથિયાર દારૂ અને બિયર પણ મળી આવ્યા જુદા-જુદા ત્રણ ગુના નોંધ્યા છે. મીયાણા તાલુકાના મોટા દહિસરાથી નવલખી જવાના રસ્તા પર આવેલા ખીરસરા ગામના પાટીયા પાસે ફોરેસ્ટની કવાર્ટરમાં મોરબી ખાતે પોલીસમાં ફરજ બજાવતા અને પંચાસર ગામે રહેતા રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા બાલુભા ઝાલા નામના કર્મચારી જુગાર કલબ ચલાવતા હોવાની રાજકોટ રેન્જના વડા સંદિપસિંહ પોલીસને અંધારામાં રાખી દરોડા પાડ્યા છે.
પોલીસે દરોડા દરમિયાન પોલીસ મેન રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા બાબુભા ઝાલા, મોરબીના ઘનશ્યામ કરશ્ન આદરોજા, મોરબીના જયંતિ ગોડુ કોરીયા, નવલસિંહ પ્રભાતસિંહ જાડેજા અને નરેશ સવજી જાડેજા સંજય રણમણ લોખીલ અને કામા સુરેશ પાસવાન સહિત સાત-શખ્સોની ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડા રૂ. ૬૭૬ લાચ અને સાત મોબાઇલ મળી રૂ.૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. કવાર્ટરમાંથી ત્રણ-બોટલ દારૂ અને ૩૪ બિયરના ટીન તેમજ પોલીસ મેન રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા ઝાલાના કબ્જમાંથી પિસ્ટલ અને રિવસ્વિર અને ૫૬ કાર્ટીઝ સહિત ૬૦૬૦૦નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસ મેન રાજભા સામે દારૂ-બિયર અને પિસ્તોલના અલગ ગુંના નોંધાયા છે.