વલસાડ-

વર્ષે કરોડો રૂપિયાનું ટર્નઓવર કરતી એક કંપની લોકડાઉનમાં ઠપ્પ થઈ જતા કંપની સંચાલકે આખરે શોર્ટકટથી પૈસા કમાવવા દારૂનો ધંધો શરૂ કર્યો. પીરાણામાં કંપની ચલાવતો રાહુલ દીપક શાહ મહારાષ્ટ્રથી અમદાવાદ સુધી વિદેશી દારૂની ખેપ મારતા વલસાડ પોલીસના હાથે ઝડપાઇ ગયો છે. અમદાવાદનો એક કંપની સંચાલક પોતાની જ કારમાં દારૂ ભરીને અમદાવાદ તરફ જતા પોલીસના હાથે રંગેહાથ ઝડપાઇ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. વલસાડ પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસની ટીમ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વોચમાં હતી. જે દરમિયાન જ પોલીસને મળેલી બાતમીના આધારે હાઇવે પર ગુંદલાવ બ્રિજ પાસેથી પૂરઝડપે પસાર થતી એક કારને પોલીસે રોકી હતી. કારને રોકી અને તેમાં તપાસ કરતાં કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગણતરી કરતા કારમાંથી ૨૭૮ બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

આથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને કાર જપ્ત કરી અને કારચાલકની ધરપકડ કરી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. જાેકે પોલીસની પ્રાથમિક તપાસમાં જે માહિતી બહાર આવી તે જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણકે મહારાષ્ટ્રથી દારૂની ખેપ મારતા પોલીસના હાથે ઝડપાયેલો આ કારચાલક કોઈ રીઢો બુટલેગર નહીં પરંતુ અમદાવાદ નજીક પીરાણામાં એક કેમિકલ કંપની ચલાવતો ખુદ કંપની સંચાલક જ હોવાનું બહાર આવ્યું હતું. આથી પોલીસે કારચાલક આરોપી રાહુલ દીપક શાહ અદાણીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કંપનીનો માલિક હોવા છતાં પણ દારૂની હેરાફેરી કરવાનું કારણ પૂછતા કંપની સંચાલકે પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે, તે અમદાવાદના પીરાણા નજીક લોખંડવાલા એસ્ટેટમાં સના મસ્જિદ નજીક અનીશ ઓર્ગેનિક નામની કંપની ચલાવે છે. અમદાવાદના મિડોસ અદાણી શાંતિગ્રામમાં રહે છે.

છેલ્લા કેટલાક સમયથી નોટબંધી, જીએસટી અને ત્યારબાદ આવેલા લોકડાઉનના કારણે કંપની ખોટમાં ચાલી રહી હતી અને દેવુ વધી રહ્ય્šં હતું. આથી આર્થિક સંકડામણથી કંટાળી તેણે શોર્ટકટમાં પૈસા કમાવવા માટે દારૂની ખેપ મારવાની શરૂઆત કરી હતી. અમદાવાદમાં મહારાષ્ટ્ર ના દારૂની માંગ વધારે હોવાનું હોવાને લીધે આરોપી કંપની સંચાલક રાહુલ દીપક શાહે પૈસા કમાવવા માટે મહારાષ્ટ્ર વિદેશી દારૂનો જથ્થો ભરી અને જાતે જ કાર હંકારી અને અમદાવાદ સુધી દારૂની ખેપ મારવાની શરૂઆત કરી હતી.