અમદાવાદ-

અમદાવાદમાં આજે તા.27 મે થી એપોલો હોસ્પિટલ દ્વારા અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા પીપીપી ધોરણે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનની કામગીરી શરુ કરવામાં આવી છે. જેમાં 18થી વધુ વયના લોકોને સ્થળ પર જ રજિસ્ટ્રેશન કરીને વેક્સિન આપવામાં આવી રહી. રસી લેનાર દરેક વ્યક્તિ એક હજાર રૂપિયાનો ચાર્જ ચૂકવવી રહ્યા છે. હાલમાં વેક્સિન માટે લોકોને હાલાંકી ભોગવવી પડે છે. સરકાર ફ્રીમાં વેક્સિન આપી શકતી નથી અને હવે પ્રાઈવેટ પાર્ટનરશીપમાં એક હજાર રૂપિયામાં વેક્સિન વેચી રહી છે. જેવા સવાલો અને ચર્ચાનો વિષય બની છે. ગાંધીનગર વચ્ચે તૈયાર થઈ રહેલા બ્રિજની મુલાકાતે આવેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલને પત્રકારોએ અમદાવાદમાં 1000 રૂપિયામાં વેક્સિનનું વેચાણ શરૂ થયું હોવાનો પ્રશ્ન પૂછતાં તેઓ થોડા અકળાઈ ગયેલા જણાયા હતા અને તેમનો જવાબ હતો કે,મ્યુનિસિપલ કોર્પોરેશન એ નિર્ણય કર્યો છે, રાજ્ય સરકાર કે મુખ્યમંત્રીની મંજૂરી લેવામાં આવી છે કે કેમ એ માહિતી મારી પાસે નથી. આવો ઉત્તર આપીને નીતિન પટેલ રવાના થઈ ગયા હતા. ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકેનો હોદ્દો સંભાળી રહેલા નીતિન પટેલ ને જ આ વાત ની ખબર નથી ત્યારે નિર્ણયો કોણ લે છે ? અને આરોગ્ય મંત્રી ને કેમ ખબર હોતી નથી તે સવાલો ઉઠ્યા છે.