લો બોલો, ભાગ કોરોના ભાગના સૂત્રોચ્ચાર કરતા ગામના લોકો મશાલ લઈને દોડ્યા
22, એપ્રીલ 2021

આગર માલવા-

કોરોના સંક્રમણથી બચાવ માટે દેશના બધા રાજ્યોમાં જાગરુકતા અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. લોકોને ડોક્ટરોની સલાહ પર અમલ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. બીજી તરફ ઘણા સ્થાને કોરોનાથી બચવા માટે ધાર્મિક આયોજન થઇ રહ્યા છે તો ક્યાંક અંધશ્રદ્ધા પણ જાેવા મળી રહી છે. આ ક્રમમાં મધ્ય પ્રદેશના આગર માલવા જિલ્લાનો એક વીડિયો વાયરલ થયો છે. જ્યાં ગામનો લોકોએ કોરોનાથી બચાવ માટે મશાલ દોડનું આયોજન કર્યું છે.

ભાગ કોરોના ભાગનો અવાજ લગાવીને મોટી સંખ્યામાં યુવાઓ મશાલ લઇને દોડતા જાેવા મળે છે. આગર જિલ્લાના ગણેશપુરા ગામમાં રાતના અંધારામાં દોડતા લોકોનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. ગામના લોકોનું માનવું છે કે ગામમાં મહામારી ભગાવવાની આ જૂની અંધશ્રદ્ધા છે. લોકોનો મત છે કે આ અંધશ્રદ્ધાથી કોરોના તેમના ગામમાંથી ચાલ્યો જશે અને લોકોના જીવ બચી જશે. ગામના લોકોએ કહ્યું કે તેમના ગામના ઘરડા લોકોએ કહ્યું કે ગામમાં જ્યારે પણ કોઇ મહામારી આવી છે ત્યારે તેનું નામ લઇને રવિવાર અને બુધવારની રાત્રે લોકો મશાલ લઇને દોડે છે. આ મશાલ ગામની બહાર ર્નિજન સ્થળ પર ફેંકી દેવામાં આવે છે. જે પછી મહામારીનો પ્રકોપ ગામમાંથી દૂર થઇ જાય છે. ગણેશપુરાના ગ્રામીણોના મતે કોરોના વાયરસની મહામારીને ગામમાંથી ભગાવવા માટે આ અંધશ્રદ્ધાનો સહારો લીધો છે. રવિવારની રાત્રે ગામના કેટલાક યુવાનો પોતા-પોતાના ઘરોમાંથી હાથમાં મશાલ લઇને નીકળ્યા અને ભાગ કોરોના ભાગનો અવાજ લગાવતા ગામની બહાર સુધી દોડ લગાવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગણેશપુરાના લોકોએ જણાવ્યું કે ગામમાં કોરોનાનો પ્રકોપ છે. છેલ્લા કેટલાક દિવસોથી ગામમાં ઘણા લોકોમાં તાવ અને અન્ય લક્ષણો જાેવા મળ્યા છે. કેટલાક લોકોના મોત પણ થયા છે. જેથી બધા ગામના લોકોએ મળીને આ મશાલ દોડનું આયોજન કર્યું હતું.
© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution