દિલ્હી-

રેલ્વેના લાખો મુસાફરો માટે સારા સમાચાર સામે આવ્યા છે. કોરોનાકાળમાં તમામ સુવિધાઓ સાથે રેલ્વેએ મંથલી પાસ સુવિધા પણ બંધ કરી દીધી હતી. ત્યારે હવે ફરી એકવાર દરરોજ અપડાઉન મુસાફરી કરનારા લોકો માટે રેલ્વેએ મંથલી સીઝન ટિકિટ સેવા શરૂ કરી છે. જે છેલ્લા દોઢ વર્ષથી બંધ માસિક પાસ સુવિધા એટલે કે MST હવે ફરી એક વાર શરૂ કરવામાં આવી રહી છે.

માસિક સિઝન ટિકિટની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી જે પહેલાની માફક જ રહેશે. ઉત્તર રેલ્વેના એક અધિકારીએ માસિક સિઝન ટિકિટ સેવા શરૂ કરવાને લઈને સ્પષ્ટતા કરી હતી કે, 3 સપ્ટેમ્બરથી શરૂ થતી આ સેવા ઉત્તર રેલ્વે દ્વારા નક્કી કરેલી ટ્રેનોમાં માન્ય રહેશે. એકવાર ટિકિટ બુક કર્યા બાદ જો પેસેન્જર જરૂરી કામથી અન્ય સ્ટેશનેથી ટ્રેનમાં બેસવા માગતો હોય તો તે બોર્ડિંગ સ્ટેશન બદલાવી શકે છે. બોર્ડિંગ સ્ટેશન બદલવા માટે પેસેન્જર ટ્રેન ઉપડવાના ઓછામાં ઓછા 24 કલાક પહેલા જ્યાંથી મુસાફરી શરૂ કરવાની છે તે સ્ટેશનના સ્ટેશન મેનેજરને અથવા કમ્પ્યુટરાઈજ રિઝર્વેશન કેન્દ્રના ઈન્ચાર્જને એક અરજી આપી આ સુવિધાનો લાભ મેળવી શકે છે. આ સુવિધાનો લાભ ઓનલાઈન-ઓફલાઈન બંને ટિકિટ પર મળે છે.