વડોદરા

હિન્દુઓમાં જેને લાભ પાંચમ કહે છે તેને જેનો જ્ઞાન પાંચમ કહે છે. આજે વડોદરા શહેરમાં પણ જુદા જુદા જૈન ઉપાશ્રયમાં ગુરૂ ભગવંતોની નિશ્રામાં જ્ઞાનપાંચ એટલે કે સૌભાગ્ય પંચમીની વિશેષ આરાધના કરવામાં આવી હતી. જ્ઞાન પંચમીના કાર્યક્રમની માહિતી આપતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે અલકાપુરી જૈન સંઘમાં કલાપૂર્ણ સૂરી મ.સા.ના સમુદાયના આચાર્ય વિમલપ્રભ સૂરિ મ.સા.ની નિશ્રામાં જ્ઞાનપાંચમની સુંદર ઉજવણી કરવામાં આવી હતી. પૂજ્ય આચાર્ય ભગવંતે મહિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃ પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાનનું ચૈત્યવંદન, સ્તવન, થોપ અને પદ લોગસ્સ વિધિ કરાવી હતી. આચાર્ય વિમલપ્રત્ન સૂરિ મ.સાહે. બે જણાવ્યું હતું કે આપણે આત્મા અજ્ઞાનને કારણે ભટકી રહ્યો છે. અનાદી કાળથી આત્મા ભટકી રહ્યો છે. આચારંગ સૂત્રમાં જણાવ્યું કે આત્માનું સ્વરૂપ સમાકજ્ઞાનથી આવે છે. રાગ, દ્વેષ, આત્માના અજ્ઞાનથી થાય છે.