કોરોના સંક્રમણ વધતા ઈડરમાં એક અઠવાડિયા માટે સ્વયંભૂ લોકડાઉન લાગુ
28, સપ્ટેમ્બર 2020

અમદાવાદ-

રાજ્યમા કોરોનાનાં કેસનો ગ્રાફ સતત ઉપર જઇ રહ્યો છે, ત્યારે આ મહામારીથી બચવા માટે હવે લોકો જાતે જ તૈયાર થઈ રહ્યાં છે. કોરોના સામે લડવા માટે હવે લોકોએ સ્વંયભૂ લોકડાઉનનું શસ્ત્ર ઉગામ્યું છે. ત્યારે ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં નાના શહેરો અને નાના ગામડાનાં લોકો સ્વંભૂ લોકડાઉન તરફ વળ્યાં છે.

ત્યારે સાબરકાંઠા ઇડરમાં પણ આજથી સ્વયંભૂ સ્વૈચ્છિક બંધ રાખવાની જાહેરાત કરાઈ છે.  કોરોનાનાં કેસને અટકાવવા માટે સોશિયલ ડિસ્ટેસિંગ, માસ્ક પહેરીને બહારન નિકળવવુ આ પાલન ખૂબ જરૂરી છે, પરંતુ તેેમા થઇ રહેલી ઢીલાસનું પરિણામ આજે આપણી સમક્ષ છે. ત્યારે ઈડરનાં વેપારી એસોસિએશન દ્વારા બેઠક યોજાઇને આ કોરોનાને અટકાવવા માટે બજાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આ બેઠકમાં વેપારીઓએ સોમવારથી શનિવાર સુધી બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જણાવી દઇએ કે, 3 ઓક્ટોબર સુધી એક સપ્તાહ સુધી દુકાનો બંધ રાખવામાં આવશે. જો કે જીવન જરૂરી વસ્તુઓ માટે દુકાનો ખુલ્લી રહેશે. તમામ દુકાનો 9 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution