દિલ્હી-

શ્રીલંકાએ ભારતની રણનીતિક ડીલના મોર્ચે મોટા ઝટકો આપ્યો છે. હકિકતમાં ભારત અને જાપાનની સાથે મળીને શ્રીલંકા એક પોર્ટ ટર્મિનલ બનાવવા માટેની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. પરંતુ વિપક્ષે દેશમાં એક અઠવાડિયાથી ચાલી રહેલા વિરોધને કારણે પ્રધાનમંત્રી મહિંદ્રા રાજપક્ષે ડીલને રદ્દ કરવાની જાહેરાત કરી છે. હિંદ મહાસાગરમાં પોતાની મજબૂત હાજરી નોંધાવવા પ્રયાસ કરી રહેલા ભારત માટે આ મોટો ઝટકો મનાઈ રહ્યો છે.

શ્રીલંકાએ બન્ને દેશોની સાથે સમજૂતી હઠળ રણનીતિક દ્રષ્ટિથી મહત્વપૂર્ણ ઈસ્ટ કન્ટેનર ટર્મિનલ બનાવવાનો ર્નિણય કર્યો હતો. આ ડીલમાં ટર્મિનલના 49 ટકા ભાગ ભારત અને જાપાનની પાસે હોત. શ્રીલંકા પોર્ટ ઓથોરિટી પાસે આમાં 51 ટકા ભાગ હોય છે. શ્રીલંકાએ કહ્યું હતું કે તે ઇસીટીનું નિર્માણ ભારત અને જાપાન સાથે મળીને કરશે. ભારત અને જાપાનની સાથે આ સમજૂતીનો કોલંબો પોર્ટ ટ્રેડ યુનિયન્સ વિરોધ કરી રહ્યા હતા. યૂનિયન્સની માંગ હતી કે ઇસીટી પર સંપૂર્ણ શ્રીલંકા પોર્ટનો અધિકાર હોય. એટલે કે 100 ટકા ભાગ તેમના હિસ્સે આવે. 23 ટ્રેડ યૂનિયન્સે પોર્ટ ડીલનો વિરોધ કર્યો હતો. યૂનિયન્સનો આરોપ હતો કે ભારતની અદાણી ગ્રુપ સાથે ઇસીટી સમજૂતી યોગ્ય નથી.

આ સમજૂતિનો વિરોધ કરી રહેલા મોટાભાગના યૂનિયન્સ સત્તારુઢ શ્રીલંકા પીપુલ્સ પાર્ટી સાથે જાેડાયેલા છે. તેમના વિરોધ બાદ સરકાર આ ડીલ પર આગળ નહીં વધે.શ્રીલંકામાં ભારતીય હાઈ કમિશને કહ્યું કે ભારતને આશા છે કે આ સમજૂતી સમય પર પુરી થશે. 2019માં આ ડીલ પર સાઈન થયા હતા. શ્રીલંકાની કેબિનેટે આ ડીલને 3 મહિના પહેલા લીલી ઝંડી આપી હતી. પરંતુ ડીલનો શ્રીલંકાના ટ્રેડ યુનિયન્સ અને વિપક્ષી પાર્ટી વિરોધ કરી રહી હતી.