એક હજાર વર્ષ જૂનું છે મૈસૂરના નંજનગુડમાં શ્રીકાંતેશ્વર મંદિર,જાણો શું છે ખાસિયત?

કર્ણાટકની તીર્થનગરી નંજનગુડમાં ભગવાન શિવનું ખૂબ જ જૂનું મંદિર છે. નંજનગુડ પ્રાચીન તીર્થનગર છે. જે કર્ણાટરમાં મૈસૂરથી 26 કિલોમીટર દક્ષિણમાં છે. આ તીર્થ કાબિની નદીના કિનારે છે. નંજનગુડ નગર 10મી અને 11મી સદીમાં ગંગ તથા ચોલ વંશના સમયથી પ્રસિદ્ધ છે. અહીં ભોળાનાથની પૂજા શ્રીકાંતેશ્વર નામથી થાય છે.

ભગવાન શિવના આ સુંદર મંદિરને નંજનગુડ મંદિર અને શ્રીકાંતેશ્વર મંદિરના નામથી ઓળખવામાં આવે છે. મંદિર દ્રવિડ શૈલીમાં બનેલું છે અને 147 સ્તંભ પર ઊભું છે. માન્યતા છે કે, આ મંદિરમાં ભગવાન શિવનો વાસ હતો. આ મંદિર લગભગ એક હજાર વર્ષ જૂનું છે. બહાર ભગવાન શિવની ખૂબ જ મોટી મૂર્તિ છે. અહીં સ્થાપિત શિવલિંગ અંગે માનવામાં આવે છે કે, તેની સ્થાપના ગૌતમ ઋષિએ કરી હતી. ઘઉંવર્ણા રંગના પથ્થરથી બનેલાં આ મંદિરના ગોપુરમ અને ખૂબ જ મોટી ચાર દીવાલ ઉપર કરવામાં આવેલી શિલ્પકારીમાં ગણેશજીના વિવિધ યુદ્ધના દૃશ્યો જોવા મળે છે. આ શિલ્પકારી જોવા લાયક છે.

આ મંદિરમાં ગણેશજી, શિવજી અને પાર્વતીના વિવિધ ગર્ભગૃહ છે. એક મોટા વાડામાં એક કિનારે 108 શિવલિંગ છે. આ ખૂબ જ મોટા મંદિરમાં એક જગ્યા એવી પણ છે, જ્યાં ઊંચી છતથી સવારે સૂર્યની પહેલી કિરણ આવે છે. આ મંદિર લગભગ 50 હજાર વર્ગ ફૂટમાં ફેલાયેલું છે. મંદિરનો મુખ્ય દ્વાર લોકોને ખૂબ જ ગમે છે. તેને નામથી ઓળખવામાં આવે છે. 7 માળના આ દરવાજામાં સોનાથી મઢાવેલ 7 કળશ છે. આ કળશની ઊંચાઈ લગભગ 3 મીટર છે. 

સ્થાનીય લોકોનું માનવું છે કે, આ મંદિરના દર્શનથી ભક્તોના દુઃખ દૂર થાય છે. અહીં વર્ષમાં બે વાર રથોત્સવ ઉજવવામાં આવે છે. જેને દૌડજાત્રે પણ કહેવામાં આવે છે. આ જાત્રામાં ભગવાન ગણેશ, શ્રીકાંતેશ્વર, સુબ્રમન્ય, ચંદ્રકેશ્વર અને દેવી પાર્વતીની મૂર્તિઓ અલગ-અલગ રથમાં સ્થાપિત કરીને પૂજા-અર્ચના કરી રથોત્સવની શરૂઆત થાય છે. આ મહોત્સવને જોવા માટે હજારો લોકો હાજર રહે છે. 


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution