આજથી સ્ટેચ્યુ ઓફ યુનિટી શરૂઃ તમામ પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાશે
03, નવેમ્બર 2020

ગાંધીનગર-

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સાથે વડાપ્રધાન નરેદ્ર મોદીએ ૧૭ જેટલા પ્રોજકટનું લોકાર્પણ કરીને કેવડિયા પ્રવાસન ધામને ખુલ્લું મૂક્યું છે. આગામી ૩ નવેમ્બરથી એટલે મંગળવારથી તમામ પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે ખુલ્લા થઇ જશે. જેના માટે ઓનલાઇન ટિકિટ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.  

પ્રવાસીઓ કેવડિયા પ્રવાસન ધામ ખાતે આવે તેવું તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. હોટેલ અને ટેન્ટ સીટી સંચાલકો પણ પ્રવાસીઓને આવકારવા સજ્જ બન્યા થયા છે. હાલ શાળાઓમાં પણ દિવાળી વેકેશન શરૂ થઇ ગયુ છે ત્યારે ઓનલાઇન બુકિંગ કરાવીને ગુજરાતીઓ આ પ્રવાસ માણશે તેવુ માનવામાં આવી રહ્યું છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના ૩ નવેમ્બર માટે ૫૦૦થી વધુ ટિકિટ અત્યારથી જ બુક થઇ ગઈ છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ૩ નવેમ્બરે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવસીઓ બુક કરાવી રહ્યા છે. હવે પ્રવાસીઓ સી-પ્લેન મારફતે પણ કેવડિયા ફરવા આવશે. આમ રોડ, હવાઈ બંને રીતે પ્રવસીઓ આવી શકશે. આગામી સમયમાં ટ્રેન પણ શરૂઆત થશે. હાલ આ અંગેનું કામકાજ ચાલી રહ્યું છે. વેબ સાઈટ વિશ્વની બહુવિધ ૬ ભાષામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિગતો પૂરી પાડશે. આ પ્રવાસન સ્થળની સહેલાણીઓ મુલાકાત લઇ શકે તે માટે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા પ્રવાસીઓની સરળતા માટે ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશન વિકસાવવામાં આવી છે. ઓનલાઇન ટિકિટ બુકીંગ માટે પ્રવાસીઓ ટિકિટ બુકિંગ કરાવી શકશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution