ગુજરાતમાં શાંતિ,સલામતી અને સુરક્ષા માટે રાજ્યનો ગૃહ અને પોલીસ વિભાગ કટિબદ્ધ છે: ગૃહ રાજ્યમંત્રી
28, ઓગ્સ્ટ 2021

ગાંધીનગર-

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ માધ્યમો સાથે સંવાદમાં જણાવ્યું છે કે સમગ્ર દેશમાં ગુજરાત સમૃદ્ધ રાજ્ય છે. ગુજરાતમાં શાંતિ,સલામતી અને સુરક્ષા માટે રાજ્યનો ગૃહ અને પોલીસ વિભાગ કટિબદ્ધ છે. રાજ્યમાં છેલ્લા ૨૫ વર્ષથી કાયદો અને વ્યવસ્થા જાળવવા ના પગલે લોકોએ શાસન વ્યવસ્થામાં વિશ્વાસ મૂક્યો છે. રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિ કરતા તત્વો સામે પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. ગુજરાત ૧૬૦૦ કી.મી.નો દરિયાઈ વિસ્તાર ધરાવે છે,ત્યારે દરિયાઈ સુરક્ષા માટે પણ વ્યાપક પગલાં લેવામાં આવ્યા છે. રાજયમાં વ્યાજખોરીના દૂષણને ડામવા વ્યાજખોરો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.તેમ તેમણે ઉમેર્યું હતું. ગણેશ ઉત્સવ અને જન્માષ્ટમીની ઉજવણીની ગાઈડ લાઈન સરકારે જાહેર કરી છે. ગણેશ ઉત્સવમાં ડી.જે.વગાડવા અંગેના સવાલના જવાબમાં તેમણે કહ્યું કે આ પ્રકારની બાબતોની કોર કમિટીની બેઠકમાં ચર્ચા કરવામાં આવે છે.  પ્રેરણાથી સ્થાપિત ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશનના ઉપક્રમે વિશ્વના વિવિધ દેશોના ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ વિશ્વ વિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો છે અને ખાસ કરીને સંસ્કૃતિ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સંશોધન કરી રહ્યાં છે. આ પૈકીના કેટલાક વિદ્યાર્થીઓ આજે સવાસોમી મેઘાણી જયંતિની ઊજવણીમાં જોડાયાં હતા.  તેમના પ્રતિનિધિઓ જેવા પાંચ વિદ્યાર્થીઓએ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.બંને મહાનુભાવોએ આ વિદ્યાર્થીઓને હૂંફાળો આવકાર આપીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution