અમદાવાદ-

JEE-NEET ની પરીક્ષા રાદ્દ રાખવાની માંગ સાથે અમદાવાદ અને વડોદરામાં યુનિવર્સીટીઓ બહાર કોંગ્રેસના ધરણાઃ કોરોનાની મહામારીના પગલે પરીક્ષાઓ રદ્દ કરોના સુત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા. પોલીસે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની પણ અટકાયત કરી હતી.

કોરોનાની મહામારી વચ્ચે દેશમાં યોજાનાર JEE-NEETની પરીક્ષા ન યોજવાને લઇને કોંગ્રેસના ગુજરાતમાં રાજ્યવ્યાપી દેખાવો કરવામાં આવી રહ્યાં છે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. પોલીસે અમિત ચાવડા સહિત નેતાઓની અટકાયત કરી હતી.