25, નવેમ્બર 2020
અમદાવાદ-
કોંગ્રેસના ચાણક્ય અને ગુજરાતના રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું નિધન થતા દેશભરમાં શોકની લાગણી ફેલાઈ છે. ન માત્ર કોંગ્રેસ પરંતુ અન્ય રાજકીય પક્ષના આગેવાનોએ પણ તેમને શ્રદ્ધાજલિ અર્પી અહેમદ પટેલના નિધનથી ન પુરાય તેવી ખોટ પડી હોવાનું જણાવી રહ્યા છે.

એહમદ પટેલ પોતનાી રાજકીય સફરમાં દરેક ધર્મના વડાઓ અને સાધુ સંતોને મહેશા માનપુર્વક અને આદર ભાવ સાથે સન્માન આપ્યું છે. ત્યારે આજે તેમના નિધનને પગલે રામકથા કાર મોરારી બાપુએ પણ પત્ર દ્વારા શોક વ્યકત કર્યો હતો.