અંકલેશ્વરમાં દિવસે મીની લોકડાઉન અને રાત્રે કર્ફ્‌યુનો કડક અમલ 
07, મે 2021

અંક્લેશ્વર, અંકલેશ્વર માં કોરોનાની મહામારીને નાથવા માટે રાત્રી કર્ફ્‌યૂ અને મીની લોક -ડાઉનનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે.મીની લોકડાઉન દરમિયાન  શૈક્ષણિકસંસ્થા કોચિંગ ક્લાસ ,સલુન સ્પા .એપીએમસી બંધ રાખવામાં આવ્યા છે. સરકારનાઆ નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહીહોવાનું જાણવા મળ્યુ હતુ.  કોરોના ને અંકુશમાં લાવવા માટે સરકાર દ્વારા તારીખ ૬ઠ્ઠી મે થી મીની લોકડાઉન અને રાત્રી કર્ફ્‌યુ લાદવામાં આવ્યો છે.અંકલેશ્વર નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે,અંકલેશ્વર શહેર નગરપાલિકા વિસ્તાર,જીઆઇડીસી નોટીફાઈડ રહેણાંક વિસ્તાર તેમજ ગડખોલ,ભડકોદ્રા ,અદાડા,કોસમડીઅને પિરામણ ગામ ના વિસ્તારોમાં મીની લોકડાઉન અને રાત્રી કર્ફ્‌યુનો કડક અમલકરવામાં આવ્યો છે.આજરોજ અંકલેશ્વર શહેર, જીઆઇડીસી સહિત ના વિસ્તારોમાંમીની લોકડાઉન ને લોકોએ સમર્થન આપ્યુ હતુ.અને આવશ્યક સેવાઓ, જીવનજરૃરિયાત ની  વસ્તુઓ સિવાયના વેપારીઓ એ વેપાર રોજગાર બંધ રાખ્યાહતા.તો બીજી તરફ ખાનગી ઓફિસો,ઉદ્યોગો,બેંક,સરકારી ઓફિસ રાબેતા મુજબ ચાલુરહેતા નાના વેપારીઓ માં સરકાર ના ર્નિણય સામે અસંતોષ જાેવા મળ્યો હતો.નાનાવેપારીઓ કોરોના ફેલાવતા હોય તેવી રીતે તેઓએ પર નિયંત્રણ લાવવા માં આવેછે તેવી લાગણી પણ વેપારીઓ એ વ્યક્ત કરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution