અમદાવાદ-

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ વધ્યું છે, ત્યારે મહામારીને લઈને ST તંત્રએ મહત્વનો નિર્ણય લેતા 2 રાજ્યોમાં જતી બસોના પૈડા હંગામી ધોરણે થંભાવી દેવાયા છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જતી તમામ બસો તંત્ર દ્વારા હંગામી ધોરણે બંધ કરવાનો નિર્ણય લીધો છે જ્યારે રાજસ્થાન જતી બસોમાં 50 ટકાનો કાપ મુકવામાં આવ્યો છે. મહત્વનું છે કે, કોરોનાની બીજી લહેર રોજબરોજ ખતરનાક સાબિત થતી જાય છે. તો સમગ્ર દેશમાં મહારાષ્ટ્રમાં સ્થિતિ વધુ વણસેલી છે ત્યારે આ પરિસ્થિતિને જોતા તંત્ર દ્વારા બસો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, મોટાભાગના લોકો એક સ્થળેથી અન્ય સ્થળે જવા માટે ST બસનો ઉપોયગ કરતા હોય છે. પરંતુ કોવિડ મહામારીને કારણે બસો બંધ કરવામાં આવી હતી, જો કે, કોવિડ સંક્રમણ ઘટના બસો ફરી શરૂ કરવામાં આવેલ પરંતુ કોરોનાની બીકને લીધો લોકો બસમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. આ જ કારણોસર બસ સ્ટેશન પર પ્રવાસીઓની સંખ્યા પણ ઘટી છે અને STની આવકમાં પણ ઘટાડો થયો છે. ત્યારે હવે 2 રાજ્યોમાં બસો બંધ કરવામાં આવતા GSRTCને વધુ નુકસાન થશે