વિદ્યાર્થીઓનું ભવિષ્ય જાેખમ પર: માસ પ્રમોશન નબળું નીકળ્યું
27, ઓગ્સ્ટ 2021

અમદાવાદ-

ધોરણ ૧૨ સાયન્સમાં એક લાખ ૭ હજાર ૨૬૪ વિદ્યાર્થીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત ૧૦૦ ટકા પરિણામ જાહેર થયું હતું, જેમાં ૩૨૪૫ વિદ્યાર્થીએ છ૧ ગ્રેડ મેળવ્યો છે, જ્યારે ૧૫ હજાર ૨૮૪ વિદ્યાર્થીએ છ૨ ગ્રેડ મેળવ્યો છે. છ ગ્રુપમાં ૪૬૬ વિદ્યાર્થીએ ૯૯ ટકાથી વધુ માર્ક મેળવ્યા છે, જ્યારે મ્ ગ્રુપમાં ૬૫૭ વિદ્યાર્થીએ ૯૯ ટકાથી વધુ માર્ક મેળવ્યા છે. અમદાવાદ શહેરમાં ૧૦૯ વિદ્યાર્થી અને અમદાવાદ ગ્રામ્યમાં ૭૩ વિદ્યાર્થીએ છ૧ ગ્રેડ મેળવ્યો છે. સૌથી વધુ ૨૬,૮૩૧ વિદ્યાર્થીએ મ્૨ ગ્રેડ મેળવ્યો છે.

ગત ૧૫ જુલાઈએ રિપીટર્સની પરીક્ષા લેવાઈ હતી, જેમાં ધોરણ ૧૨ સાયન્સના ૩૨ હજાર ૪૬૫ વિદ્યાર્થીમાંથી ૩૦ હજાર ૩૪૩ વિદ્યાર્થીએ જ પરીક્ષા આપી હતી. માત્ર ૪૬૪૯ વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. એમાં ૨૨૮૧ વિદ્યાર્થીઓ અને ૨૩૬૮ વિદ્યાર્થિની છે .છ ગ્રુપમાં ૭૭૭૭ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી જેની સામે ૧૧૩૦ વિદ્યાર્થી પાસ થયા છે. જ્યારે છ ગ્રુપમાં ૧૪૨૫ વિદ્યાર્થિનીએ પરીક્ષા આપી હતી, જેમાંથી ૨૯૭ વિદ્યાર્થિની પાસ થઈ છે. મ્ ગ્રુપમાં ૯૫૫૪ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જેમાંથી ૧૧૫૧ વિદ્યાર્થી જ પાસ થયા છે, જ્યારે મ્ ગ્રુપની ૧૧૫૭૮ વિદ્યાર્થિનીએ પરીક્ષા આપી હતી, જેમાંથી ૨૦૭૧ વિદ્યાર્થિની પાસ થઈ છે. કોરોનાને લીધે ધો.૧૦-૧૨ના નિયમિત વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરાઈ છે ત્યારે ધો.૧૨ સાયન્સમાં કેન્દ્ર સરકારે સીબીએસઈની વૈકલ્પિક પરીક્ષા જાહેર કરતાં ગુજરાત બોર્ડે પણ માસ પ્રમોશનથી સંતુષ્ટ ન હોય તેવા ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓ માટે ખાસ બોર્ડ પરીક્ષા લીધી હતી, જેમાં નોંધાયેલા માત્ર ૬૫ વિદ્યાર્થીમાંથી ૫૪ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જેમાંથી ૭૦ ટકા એટલે કે ૩૮ વિદ્યાર્થી પાસ થયા છે. ધો.૧૨ સાયન્સના ૧.૦૭ લાખ નિયમિત વિદ્યાર્થીને માસ પ્રમોશન આધારિત ફોર્મ્યુલાથી પાસ કરવામાં આવ્યા છે. ત્યારે માસ પ્રમોશન મુજબના પરિણામથી સંતુષ્ટ ન હોય એવા વિદ્યાર્થીઓને બોર્ડની માર્કશીટ જમા કરાવાની હતી અને તેમની ફરીથી પરીક્ષા લેવાવાની હતી, જે ગત ૧૨થી૧૪ ઓગસ્ટ દરમિયાન અમદાવાદમાં લેવાઈ હતી. ૧.૦૭ લાખમાંથી ૬૫ વિદ્યાર્થીએ જ માર્કશીટ જમા કરાવી હતી. આ પરીક્ષા માટે નોંધાયેલા ૬૫માંથી પણ પરીક્ષા ૫૪ વિદ્યાર્થીએ આપી હતી અને બાકીના ગેરહાજર રહ્યા હતા. પરીક્ષા આપનારા ૫૪ વિદ્યાર્થીઓનું ગઈકાલે પરિણામ જાહેર થયું છે, જેમાંથી ૩૮ વિદ્યાર્થી પાસ થયા છે. છ ગ્રુપના ૩૯ વિદ્યાર્થીમાંથી ૩૩ અને મ્ ગ્રુપના ૧૫માંથી પાંચ વિદ્યાર્થી પાસ થયા છે. છ ગ્રુપમાં પાસ થનારા ૩૩ વિદ્યાર્થીમાંથી ૩૧ છોકરા અને ૨ છોકરીઓ છે. મ્ ગ્રુપમાં પાસ થનારા ૧૫માં ૪ છોકરા અને એક છોકરી છે. મહત્ત્વનું છે કે આ બોર્ડ પરીક્ષાનું પરિણામ એકંદરે ૭૦.૩૭ ટકા સારું કહી શકાય, પરંતુ માસ પ્રમોશનમાં પાસ થયેલા ૧૬ વિદ્યાર્થીને પાસ થયેલી માર્કશીટ જમા કરાવવી ભારે પડી છે, કારણ કે આ બોર્ડ પરીક્ષામાં તેઓ નાપાસ થયા છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution