વડોદરા, તા.૧૫ 

કોરોના મહામારીના કારણે એટીકેટી ધરાવતા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઇ નથી. તે માટે ફી વિદ્યાર્થીઓએ ભરેલી છે. હવે ફરીથી તેજ વિદ્યાર્થીઓ પાસે ૯૨૦ લેવામાં આવી રહ્યા છે. જે ગેરવ્યાજબી છે. તેથી જાે વિદ્યાર્થીઓ પાસેથી બે-બે વખત ૯૨૦ લીધા છે તે પાછા આપવાની માગ આઇસા ગૃપ દ્વારા કરાઇ છે.

આ અંગે યુનિ.ના રજીસ્ટ્રારને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે કોરોના મહામારીને લીધે જે વિદ્યાર્થીઓને એટીકેટી આવેલ છે તેના પૈસા ભરેલા છે પણ મહામારીના કારણે પરિક્ષા લેવાઇ નથી. એટીકેટી ધરાવતા દરેક વિદ્યાર્થીઓએ ૯૨૦ રૂપિયા વિશ્વવિદ્યાલયના મેનેજમેન્ટને આપેલા છે. હવે ફરી તે જ વિદ્યાર્થીઓ પાસેથી ૯૨૦ રૂપિયા લેવામાં આવી રહ્યા છે. જે ખરેખર ગેર વ્યાજબી છે. ખોટી રીતે ઉઘરાવવામાં આવતા રૂપિયા ફરી વિદ્યાર્થીના ખાતામાં નાખી દેવા જાેઇએ. બે-બે વખત જે ૯૨૦ રૂપિયા વિદ્યાર્થીઓ પાસેથી લીધેલા છે તેમાથી ફરી એકવાર પરત કરી આપવા માગ કરી છે.