કેટરિંગનો વ્યવસાય શરૂ કરવા મંજૂરી આપવા માટે રજૂઆત
26, જુન 2020

વડોદરા, તા.૨૫ 

કોવિડ-૧૯ના કારણે લાગુ થયેલ લાકડાઉનમાં કેટરિંગના વ્યવસાયને પડેલી વિપરીત અસરમાંથી બહાર લાવવા માટે તેમજ આત્મનિર્ભર થવા અનલાકમાં પરવાનગી આપવાની માગ સાથે વડોદરા કેટરર્સ એસોસિયેશને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, લાકડાઉન દરમિયાન અનેક ઉદ્યોગો, ધંધાર્થીઓને નુકસાન થયું છે, તેવું જ નુકસાન કેટરિંગ ઉદ્યોગોને પણ થયું છે. શહેર-જિલ્લામાં ૧૫૦૦થી વધુ કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેમની સાથે રસોઈયાથી લઈ ખાસ વાનગીઓ બનાવનારા કુક, મેનેજર, સુપરવાઈઝર, વેઈટર સહિતનો સમાવેશ થાય છે. કેટરિંગની સાથે અન્ય વ્યવસાયીઓ પણ જાડાયેલા છે. માર્ચ-એપ્રિલ-મે અને જૂન મહિના લગ્નપ્રસંગો માટે મહત્વના હોય છે. આ વરસે આ સમયે ધંધા વગર જતાં કેટરિંગની સેવામાં જાડાયેલા લોકો આર્થિક ભીંસમાં સપડાયા છે, ત્યારે ગાઈડલાઈનના પાલન સાથે કેટરિંગના વ્યવસાયને મંજૂરી આપવા માગ કરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution