છીછોરે બોય અન્ની એટલે કે આપણા સુશાંત સિંહ રાજપૂતના મોતની પહેલી સોલ્વ થવાની જગ્યાએ વધુ ને વધુ ગુંચવાતી જાય છે. તેમની મોતને લઇને લોકો CBI તપાસની માગ કરી રહ્યાં છે તો બીજી તરફ તેમના પિતા કે કે સિંહ રાજપૂતે રિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ માહોલ વચ્ચે ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરી છે કે સુશાંતે આત્મહત્યા નથી કરી પરંતુ તેની હત્યા થઇ છે. આ ટ્વિટથી સોશ્યલ મિડીયા પર ખળભળાટ મચી જવા પામ્યો છે. સ્વામીએ ગુરુવારે ટ્વિટ કરીને તેમણે એક ડોક્યુમેન્ટ શૅર કર્યુ છે.

જેમાં તેમણે કેટલાક પોઇન્ટ પર પ્રકાશ પાડ્યો છે જેમકે સુશાંતના ગળા પર નિશાનના લોકેશન તેની હત્યા તરફ ઇશારા કરે છે. સ્વામીએ જે ડોક્યુમેન્ટ શૅર કર્યા છે તેમાં ટોટલ 26 બિંદુઓની વાત કરવામાં આવી છે જેમાંથી માત્ર 2 જ આત્મહત્યા થિયરીને સપોર્ટ કરે છે તે સિવાયના 24 બિંદુ હત્યા તરફ ઇશારો કરે છે. 

આ પહેલા બુધવારે સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કર્યુ હતુ કે, તેમણે બિહારના મુખ્યપ્રધાન નિતીશ કુમાર સાથે વાત કરી છે. તેમણે પટના પોલિસને છૂટથી કાર્યવાહી કરવા માટે મંજૂરી આપવા બદલ પ્રશંસા કરી છે. હવે જ્યારે બે રાજ્યોની પોલિસ આ કેસમાં તપાસ કરી રહી છે ત્યારે સીબીઆઇ તપાસ થવી જોઇએ. સ્વામી ઇચ્છે છે કે સુશાંતને ન્યાય મળે અને દોષિતોને સજા મળે. બીજી તરફ કોંગ્રેસ બિહાર પ્રભારી શક્તિ સિંહ ગોહિલે ટ્વિટ કરીને સુશાંત મામસે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તેમજ ગૃહપ્રધાન સાથે વાત કરી હતી, તેમણે જવાબ આપ્યો હતો કે દોષિતોને સજા જરૂર મળશે. સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ રાજકીય પ્રશાસનએ કેસમાં વર્ગ વાળ્યો છે . સુબ્રમણ્યમ બાદ હવે માયાવતીએ આ કેસમાં CBI તપાસ અંગે માંગ કરી છે . જેમાં CBIએ તપાસ અંગેની વાતને નકારી છે .