વડોદરા.તા-૨

વૈશ્વિક કોરોનાની મહામારી વચ્ચે આવતીકાલથી શાળાઓમાં ઉનાળુ વેકેશનની શરુઆત થઇ રહી છે.જ્યારે કેટલીક શાળાઓમાં તો નવા મહીનાની શરુઆત સાથે જ વેકેશનની જાહેરાત કરી દેવાતા એક વર્ષથી ઓનલાઇને અભ્યાસ કરવા સાથે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓએ હળવાશ અનુભવી છે.પણ કોરોનાને કારણે ઘરમાં કેદીની જેમ રહેતા બાળકોનું આ વેકેશન પણ ઘરમાં જ પુરુ થઇ જશે.

કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે શાળા તેમજ કોલેજાેના શિક્ષણ કાર્ય પર ગંભીર અસર પડી છે. ગત માર્ચ મહીનાથી લોકડાઉન પછી શિક્ષણકાર્ય બંધ થઇ ગયું હતું. પણ રાજ્યના શિક્ષણ વિભાગે બાળકોના અભ્યાસને જાેતા ઓનલાઇન અભ્યાસક્રમ ચાલુ કરવાની જાહેરાત કરતા શાળા સંચાલકોએ ઓનલાઇન શિક્ષણ ચાલુ કર્યું હતું. અને એક વર્ષથી બાળકો મોબાઇલ પર ઓનલાઇન જ અભ્યાસ કરી રહ્યા છે. એટલું જ નહી પ્રથમ સત્રની પરીક્ષા પણ ઓનલાઇને કે ઓફલાઇન લેવામાં આવી હતી. જાે કે કોરોનાની મહામારી વધુ ફેલાતા શિક્ષણ વિભાગે ધોરણ ૧થી ૯ અને ૧૧ ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને આગળના ધોરણમાં મોકલી આપવા શાળાઓને સૂચના આપી છે.જ્યારે ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા હાલ પુરતી મુતલ્વી કરવામાં આવી છે.જે જૂન મહીનામાં કોરોનાનંું સંક્રમણ ઓછુ થતા કોરોનાની ગાઇડલાઇન સાથે લેવાની વિચારણા હાથ ધરવામાં આવી છે.દરમ્યાન શિક્ષણ વિભાગે શાળાઓમાં ઉનાળા વેકેશનની જાહેરાત કરી છે.જે આવતીકાલથી શરુ થશે. જે વેકેશન ૬ જૂન સુધી ચાલુ રહેશે.ત્યાર પછી કોરોનાની સ્થિતિ જાેતા શિક્ષણ વિભાગ દ્વારા શાળા શરુ કરવી કે નહી તે બાબતે પોતાનો નિર્ણય જાહેર કરશે. પણ આવતીકાલથી શાળાઓમાં ઉનાળા વેકેશનની શરુઆત થઇ રહી છે.કેટલીક શાળાઓએ તો પહેલી તારીખથી જ વેકેશન જાહેર કરી દીધું છે.હાલ કોરોનાની ગંભીર સ્થિતિને કારણે બાળકો ઘરની બહાર પણ નીકળી શકતા ન હોઇ આ વેકેશન પણ બાળકો ઘરમાં જ વિતાવવા મજબૂર બનશે.