સુરત-

સુરતની પ્રખ્યાત સુમુલ ડેરીની ચૂંટણીનું પરિણામ આખરે આવી ગયું છે. માનસિંહ પટેલ પ્રમુખ બન્યા છે, અને રાજુ પાઠક ઉપપ્રમુખ બન્યા છે. કોંગ્રેસ ઉમેદવારી ન નોંધાવે તો બિનહરીફ રીતે નામ જાહેર થવાના હતા, અને એવું જ થયું છે. માનસિંહ પટેલ અને રાજુ પાઠકના હાથમાં સુમુલ ડેરીના સત્તાની બાગડોર આવી છે. સુમુલમાં પ્રમુખ અને ઉપપ્રમુખના નામ જાહેર થાય તે પહેલાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપનાં ચૂંટાયેલા 12 ડિરેક્ટરો હાજર રહ્યા હતા. મહત્વનું છે કે, સુમુલની ચૂંટણી સામે હાઈકોર્ટમાં અરજી પણ કરવામાં આવી હતી. જેમાં બે સરકારી પ્રતિનિધિની નિમણુંક સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.

તાજેતરમાં દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સરકારી મંડળીના 4500 કરોડનો વહીવટ સંભાળવા માટે ચેરમેન બનાવા માટે ચૂંટણી જંગ લડાયો હતો. ડેરીની 16 બેઠકોમાંથી 14 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, ત્યારે આજે 16 પૈકી 14 બેઠકો પરો મતગણતરી કરવામાં આવી હતી. જોકે ચૂંટણીમાં કોઈ એક પક્ષને બહુમતી મળી ન હતી. જેમાં સત્તાધારી પેનલને 8 અને સહકાર પેનલની 8 બેઠકો પર જીત થઈ છે. ત્યારે હવે અંતિમ નિર્ણય પાર્ટીનો રહેશે. કારણ કે, સુમુલ ડેરીના આ ઈલેક્શનમાં ભાજપ વર્સિસ ભાજપનો જંગ હતો.

બંને પક્ષનો સરખી બેઠક મળતા હવે ફાઈનલ નિર્ણય પાર્ટીનો હતો. જેમાં માનસિંહ પટેલનું પલડુ ભારે હોવાનુ પહેલેથી જ ચર્ચાઈ રહ્યું હતું. માનસિંહ પટેલના નામ પર વધુ જોર હતું. કારણ કે, રાજુ પાઠક પર ભ્રષ્ટાચારનો આરોપ લાગેલો છે. જેથી રાજુ પાઠકને ફરી સત્તા આપીને ભાજપ પક્ષી છબી ખરાબ કરવા નહિ માંગે. ડેરીમાં અન્ય સદસ્યોનો તેમના પર રોષ પણ છે. જેથી અંતિમ નિર્ણય પાર્ટીનો રહ્યો હતો.