ગાંધીનગર-

કોરોના સંક્રમણથી બચવા માટે વ્યક્તિને ખૂબ જ જરૂરી છે. ત્યારે સમગ્ર દેશમાં 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકોને કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવી રહ્યા છે, પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા એક એવો ચૂકાદો આપવામાં આવ્યો છે કે સમગ્ર દેશમાં જે વ્યક્તિ માનસિક અસ્વસ્થ છે. તેવા વ્યક્તિઓને પણ સંક્રમણથી બચવા માટે કોરોના વેક્સિનેશનનો ડોઝ આપવામાં આવે તેવો નિર્દેશ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. જેને ધ્યાનમાં લઇને ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા માનસિક અસ્વસ્થ વ્યક્તિઓને કોરોના વેક્સિનનો ડોઝ આપવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. માનસિક અસ્વસ્થ વ્યક્તિઓને વેક્સિનેશન બાબતે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલે મીડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા માનસિક અસ્વસ્થ વ્યક્તિઓને વેક્સિનેશન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ બાબતે રાજ્યના સામાજિક ન્યાય વિભાગ સાથે સંકલનમાં રહીને સમગ્ર રાજ્યમાં આવેલા મેન્ટલ હોસ્પિટલ, મેન્ટલ ગૃહ સહિતના તમામ લોકોના ડેટા એકત્ર કરીને વેક્સિનેશન કાર્ય શરૂ કરવામાં આવશે. કોરોના સંક્રમણથી બચવા માટે તમામ લોકો માટે વેક્સિનેશન જરૂરી છે. ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આગામી દિવસોમાં ગુજરાતમાં પણ માનસિક અસ્વસ્થ લોકો માટે કોરોના વેક્સિનેશન શરૂ કરવામાં આવશે.