કેરળ-

કેરળમાં કોવિડ -૧૯ ના ૩૨,૦૯૭ કેસ નોંધાયા છે. તે જ સમયે ૧૮૮ લોકો મૃત્યુ પામ્યા હતા. દેશમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં કેરળ ટોચ પર છે. દેશમાં કોરોનાના મોટાભાગના કેસ કેરળના છે. કેરળમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને ૨,૪૦,૧૮૬ થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૧,૬૩૪ દર્દીઓ સાજા પણ થયા છે. કેરળમાં કોરોના વાયરસના કેસો અટકવાનું નામ લેતા નથી. આવી સ્થિતિમાં પણ કેરળ સરકારે ધોરણ ૧૧ ની પરીક્ષા ક્લાસમાં લેવાની વિચારણા કરી હતી. પરંતુ સ્થિતિ ખરાબ બનતા સુપ્રીમ કોર્ટે ધોરણ ૧૧ ની પરીક્ષા પર રોક લગાડવી પડી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ૧ અઠવાડીયું આ પરીક્ષા મોકૂફ રાખવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ એએમ ખાનવિલકરની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની ખંડપીઠે જણાવ્યું હતું કે, "કેરળમાં પરિસ્થિતિ ચિંતાજનક છે. દેશમાં ૩૫,૦૦૦ દૈનિક કેસો સાથે, તે ૭૦ ટકાથી વધુ કેસો ધરાવે છે. કોર્ટે કહ્યું કે અમે નાના બાળકોનું ભવિષ્ય જાેખમમાં ન મૂકી શકીએ. ઉલ્લેખનીય છે કે કેરળાં ધોરણ ૧૧ ની ઓફલાઈન પરીક્ષા ૬ સપ્ટેમ્બરથી શરૂ થવાની હતી. જસ્ટિસ ઋષિકેશ રોયે કહ્યું, કેરળ દેશમાં શ્રેષ્ઠ તબીબી માળખાકીય સુવિધા ધરાવે છે. આ હોવા છતાં કેરળ કોવિડના કેસોને નિયંત્રિત કરી શક્યું નથી."